Main Menu

બાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું

બાબરા,(ચિતરંજન છાટબાર )
બાબરા તાલુકા ના થોરખાણ અને લોન કોટડા ના સીમાડે આવેલ ખોડીયારમંદિર મંદિર ના સાધુ દ્વારા જીલ્લા કલેકટર શ્રી ને અરજ આપી પોતાની કુટીર નું ડીમોલેશન કરવા માંગ કરવા માં આવતા બાબરા તાલુકા વિકાસ અધિકારી સોલંકી દ્વારા આજે કુટીર નું ડીમોલેશન કરવા માં આવ્યું હતુંથોરખાણ ગામે અંદાજીત પાચ વર્ષ પહેલા આવેલા સાધુ સ્વામી આત્મચેત્ન્ય બર્હ્મચારી ને ગ્રામ જનો દ્વારાલોક ફાળો કરી આપી અને ગ્રામ્ય સીમાડા ની ખુલ્લી જમીન માં કુટીર બનાવવા પોતાનું અનુદાન આપેલ હતુંથોડા દિવસો પહેલા આ સાધુ ને જાણ માં આવેલ કે આ ખુલ્લી જમીન ગૌચર ની છે અને ગ્રામ જનોએ ખોટા 7/12 8/ચઅ દર્શાવ્યા છે તેથી ગૌચર જમીન માં એક સાધુ તરીકે રહી શકાય નહી તેવી મન માં અડગ નિષ્ઠા સાથે તા 31/1/2019 ના જીલ્લા કલેકટર ને અરજ આપી આ ગૌચર ઉપર નું દબાણ તુરંત હટાવવા અરજ આપવા માં આવી હતી જેના પગલે આજે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવા માં આવી હતીગૌચર જમીન ના મુદ્દે સાધુ દ્વારા સોસ્યલ મીડિયા ઉપર સંદેશો આપી જણાવ્યું હતું કે સાધુ તરીકે હું ગૌચર જમીન માં રોકાઈ શકતો નથી તેથી સૌ કોઈ એ ગૌ માતા માટે ની જમીન માં થયેલું દબાણ સ્વેછીક દુર કરવા પોતાની નિષ્ઠા બતાવવી જોઇએગ્રામ્ય આગેવાન ધીરુભાઈ સાકરિયા ના જણાવ્યા મુજબ સાધુ છેલ્લા 6 માસ થી ચાલ્યા ગયા છે અને તેવો એ તંત્ર સમક્ષ અરજ કરવા માં આવી હતી
પરંતુ જયારે આ જમીન નું સેટેલાઈટ માપ થતા ગૌચર માં આવી છે અગાઉ ક્યાં હેડ માં આ જમીન આવેછે અથવા 3 ગામ ના સીમાડા હોવાથી ક્યાં ગામ ના નોંધ રજીસ્ટર હોવાનું સ્પષ્ટ જાણ માં આવ્યું નથી હાલ સાધુ ની ઈચ્છા અરજ મુજબ તંત્ર દ્વારા ડીમોલેશન કરવા માં આવ્યું છે






error: Content is protected !!