Main Menu

અમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ

અમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બની ગઈ છે ત્યારે અમરેલી એ સાવરકુંડલામાં રેલ્વે દ્વારા 30 કરોડના ખર્ચે અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવી રહૃાું છે. આજે રેલ્વેના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને ચકાસણી કરી હતી તથા સાંસદ સથે બેઠક યોજી હતી.આ અંગેની વિગતો આપતા અમરેીના સાંસદૃ નારણભાઈ કાછડીયાએ જણાવ્યું કે, અમરેલી એ સાવરકુંડલામાં રેલ્વેના ફાટકો પર ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથના દૃુ:ખાવારુપ બની ગઈ છે. આ અંગે રેલ્વેમાં કરવામાં આવેલી રજૂઆતો બાદૃ અમરેલી અને સાવરકુંડલામાં અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજે રેલ્વેના ભાવનગર ડિવિઝનના સીનીયર ઈજનર આર. રાજકુમાર, સીનીયર સેક્શન એન્જીનીયર સમીર સામત અને આર્યાએ અમરેલીની મુલાકાત લીધી હતી સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું તેમજ સાંસદ સાથે બેઠક યોજીને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીના લીલીયા રોડ પર આવેલા ફાટક નં. રર, ચરગઢ રોડ પર આવેલ ફાટક નં. ર3, સાવરકુંડલા અમરેલી રોડ પર આવેલ ફાટક નં.ર4 અને સાવરકુંડલામાં સ્મશાન પાસે આવેલા ફાટક નં. 61, ખાદી કાર્યાલય પાસે અને પાછળ આવેલા ફાટક નં. 6પ અને 66 દૃૂર કરી તેના સ્થાને અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવશે. જેસર રોડ પર આવેલા ફાટક નં. 6રની પહોળાઈ વધારવામાં આવશે. આ માટે રેલ્વે દ્વારા રુ. 30 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે.



(Next News) »



error: Content is protected !!