Main Menu

અમરેલીમાં કોંગ્રેસના જન અધિકાર સંમેલન સાથે શ્રી પરેશ ધાનાણીએ ઉમેદવારી કરી

અમરેલી,અમરેલી લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસમાંથી વધારે દાવેદારોને કારણે ટીકીટો પ્રશ્ર્ને કોકોડુ ઘુંચવાયા બાદ દિલ્હીથી મોવડી મંડળે નીર્ણય લઈ અમરેલી લોકસભા બેઠકમાં પરેશ ધાનાણીને ઉમેદવાર ઘોષીત કરતા આજે અમરેલી ખાતે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં જન અધિકાર સંમેલન ગજેરાપરા પટેલ વાડી ખાતે મળ્યું હતુ. જેમાં ભાજપની નીતી રીતી સહિતના બાબાતે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ જન અધિકાર સંમેલનને સંબોધ્યા બાદ અમરેલીમાં જુના માર્કેટ યાર્ડ ખાતે સત્યનારાયણની કથા સાથે શ્રી ધાનાણીના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને શ્રી પરેશભાઇ ધાનાણીએ પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યુ હતુ. જન અધિકાર સંમેલનમાં અમરેલી જીલ્લાભરમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.« (Previous News)error: Content is protected !!