Main Menu

બગસરા શહેર તાલુકા ભાજપની બાઇક રેલી યોજાઈ

બગસરા,લોકસભાના ભાજપના ઉમેદવાર અને 108 તરીકે ઓળખાતા ઈવા શ્રીનારણભાઇ કાછડીયા ને જંગી બહુમતીથી વિજેતા બનાવા માટે બગસરા શહેર તેમજ તાલુકા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ બગસરા શહેર તેમજ તાલુકાના મુખ્ય કાર્યલયનુ ઉદઘાટન પૂર્વ કૃષિમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતું આ પ્રસંગે બગસરા નગર પાલિકાના ઉપ પ્રમુખ નિતેશભાઈ ડોડીયાએ દીપ પ્રાગટય કરી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવેલ.
આ તકે બગસરા નગર પાલિકાના પ્રમુખ રશીલાબેન પાથર બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા અમરેલી જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ગીડા બગસરા નાગરિક સરાફી મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયા બગસરા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કાંતિભાઈ સતાસીયા કનુભાઈ પટોળીયા અમરેલીના ભગિરથભાઈ ત્રિવેદી શિક્ષણ સમિતિના ચેરમેન હરેશ પટોળીયા મુકેશભાઈ ગોંડલીયા યુવા ભાજપ પ્રમુખ વિપુલ કાછડીયા ધીરુભાઈ માયાણી વિપુલભાઈ કયાડા પ્રવીણભાઈ રફાલીયા અશ્વિન જોતાનીયા વિપુલભાઈ ભેસાનિયા ધીરુભાઈ કોટડીયા ઘનશ્યામભાઈ સાદરાની સહિતના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા .
આ તકે શ્રી દિલીપભાઈ સંઘાણી રશ્વિનભાઇ ડોડીયા એ હાકલ કરેલકે બગસરા માથી ભાજપના ઉમેદવારને જંગી લીડ આપવામાં આવે અને નરેન્દ્રભાઇ મોદીએ કરેલા વિકાસના કામોની વાતો ઘરે ઘરે વાત લઈને મતદારોને જાગૃત કરવા અને હવે મતદાનને ગણતરીના દિવસોજ બાકી છે.
તો તમામ નાના મોટા કાર્યકર્તાઓ ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવા માટે કામે લાગી જવા જણાવ્યું હતુ


error: Content is protected !!