Main Menu

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી…ધારીમાં નંદોત્સવ ઉજવાયો

ધારી, શ્રી દ્વારકેશ યુવક મંડળ અને શ્રી દ્વારકેશ મહિલા મંડળ ધારી દ્વારા શ્રી બાલકૃષ્ણલાલજી ની હવેલી ધારીમાં પૂ.પા.ગો.શ્રીદ્વારકેશલાલજી મહારાજશ્રીના સ્વમુખે શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન આજે નંદોત્સવ ઉજવાયો હતો. ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન પદે શ્રીમતિ નીરૂબેન ધીરૂભાઇ માધવાણી મુંબઇ રહેશે રૂક્ષ્મણી વિવાહના ઠાકોરજી પક્ષના મનોરથી શ્રીમતિ નીરૂબેન ધીરૂભાઇ માધવાણી તેમજ શ્રીમતિ જયશ્રીબેન નીતીનભાઇ રાજપરા બાલમૃકૃન્દ જવેલર્સ અમરેલી રૂક્ષ્મણીવિવાહના કન્યા પક્ષેમનોરથી શ્રીમતી પુનીતાબેન કેતનભાઇ સોની અને શ્રીમતિ બીનાબેન પ્રકાશભાઇ સોની નિલકંઠ જવેલર્સ અમરેલી તથા શ્રીગીરીસધન કંદરાના મનોરથી શ્રી ધીરૂભભાઇ શામજીભાઇ માધવાણી મુંબઇ વાળા છે.શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સર્વેને દ્વારકેશ યુવક મંડળ ના પ્રમુખ રમણીકભાઇ સોજીત્રા દ્વારા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.(Next News) »error: Content is protected !!