Main Menu

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમરેલીમાં 18મીએ સભા

અમરેલી,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાની હોમપીચ ગુજરાતમાંં જરા પણ કચાશ નહી રાખે તેમ લાગી રહયું છે કારણ કે જુનાગઢમાં ગઇકાલે સભા યોજયા પછી તે પાસેના જ અમરેલીમાં સભા ન રાખે તેમ સૌ માનતા હતા પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ની અમરેલીમાં આગામી 18મીએ સભા યોજાનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.
લોકસભાની અમરેલી બેઠક ઉપર રાજયના વિરોધપક્ષના નેતા અને જાયન્ટ કીલર કોંગ્રેસના શ્રી પરેશ ધાનાણીની સામે ભાજપમાંથી પંચાયતથી લઇ પાલાર્મેન્ટ સુધીની તમામ ચૂંટણીઓમાં અપરાજીત રહેલા ભાજપના ઉમેદવાર શ્રી નારણભાઇ કાછડીયાના સર્મથનમાં આજે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જાફરાબાદમાં અને મહુવામાં સભા ઉપરાંત અમરેલીમાં બુધ્ધીજીવી નાગરીકો અને આગેવાનો સાથે સવાંદ કરવાના છે.
ત્યાર પછી અમરેલી સીટ ઉપર ભાજપને વધ્ાુ મજબુત કરવા માટે 56ની છાતીનું બિરુદ પામેલા અને અમરેલી સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા શ્રી નરેન્દ્રભાઇ મોદી મેદાનમાં આવી રહયા છે.
આગામી 18મીએ સવારના નવ વાગ્યે અમરેલીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું અને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહના ઘોડાપુર ઉમટયા હોવાનું જાણવા મળેલ છે.« (Previous News)error: Content is protected !!