Main Menu

પહેલી લોકસભામાં અમરેલી જિલ્લો બે રાજયોમાં વિભાજીત હતો

અમરેલી,આજે અમરેલી લોકસભાની બેઠકને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે અને અમરેલીએ કેન્દ્ર સરકારમાં બે બે વખત પ્રતિનિધિત્વ પણ કર્યુ છે આઝાદી મળ્યા પછી બે બે ચુંટણી સુધી અમરેલી લોકસભા બેઠકનું અસ્તિત્વ પણ ન હતું.પણ આઝાદી પછીની પહેલી ચુંટણીમાં ગોહીલવાડ-સોરઠ અને બરોડા વેસ્ટમાં એમ બે બે બેઠકો ઉપર અમરેલી જિલ્લાનું મતદાન થયુ હતુ.
આઝાદી પહેલા અમરેલી ગાયકવાડી રાજમાં પ્રાંત એટલે કે જિલ્લાનો દરજજો ભોગવતુ હતુ પણ વિલીનીકરણ બાદ અમરેલીનો દસકો નબળો ગયો તે પ્રાંત તો ન રહયો પણ જિલ્લાનો દરજજો પણ ન મળ્યો 1951માં યોજાયેલી પહેલી લોકસભામાં અમરેલી જિલ્લો બે રાજયોમાં વિભાજીત હતો 1951ની પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર રાજયમાં ઝાલાવાડ,હાલાર,સોરઠ,મધ્ય સૌરાષ્ટ્ર (રાજકોટ),ગોહીલવાડ અને ગોહીલવાડ-સોરઠ બેઠકો આવતા હતા ત્યારે ગુજરાત રાજયનો જનમ નહોતો થયો અને બોમ્બે રાજય હતુ એે બોમ્બે રાજયની બરોડા ઇસ્ટ બેઠકમાં ગાયકવાડી શાસન હેઠળના અમરેલી, ખાંભા, ધારી, દામનગર, કોડીનાર દેરડી અને ગોહીલવાડ-સોરઠ બેઠકમાં લીલીયા,લાઠી બગસરા વડીયા બાબરા સાવરકુંડલા સહિતના ભાગો આવતા હતા. પહેલી ચુંટણીમાં ગોહીલવાડ-સોરઠ બેઠકમાં કોંગ્રેસના શેઠ ચીમનલાલ ચકુભાઇ ચૂંટાયા હતા.અમરેલી લોકસભા સીટ 1951ની પહેલી લોકસભામાં બોમ્બે અને સૌરાષ્ટ્ર એમ બે રાજયોમાં હતી તો 1957ની બીજી લોકસભા આવી ત્યારે પણ અમરેલીને બદલે આ બેઠકનું નામ ગીરનાર હતુ અને ત્યારે મહીલા સાંસદ શ્રીમતી જયાબહેન શાહ ચૂટાયા હતા અમરેલીના સપુત ડૉ. જિવરાજ મહેતાને ગુજરાત રાજયની સ્થાપના થઇ અને 1962માં અમરેલી સંસદીય બેઠક અસ્તિત્વમાં આવી હતી.


error: Content is protected !!