Main Menu

રાજુલામાં સોમવારે રાહુલ ગાંધી જાહેરસભા સંબોધશે

અમરેલી,આઝાદી પછી રાષ્ટ્રએ અનેક ચૂંટણીઓ જોઈ છે. પરંતુ લોકસભા 2019ની ચૂંટણી આ રાષ્ટ્ર માટે અતી મહત્વની છે.
રાષ્ટ્ર સામે અનેક પડકારો ઉભા થયા છે. જેમાં યુવાનો, ખેડુતો, વેપારીઓ, મધ્યમવર્ગ, ગરીબો, મહિલાઓ અને કર્મચારીઓ અજંપો અને અસુરક્ષીતતા અનુભવી રહ્યા છે.
સમૃધ્ધ ભારત, સુરક્ષીત ભારત સંવાદી ભારત અને અખંડ ભારતના નિર્માણ માટે શુસાનની સ્થાપના થાય અને પ્રજાની સરકાર બને એવા સંકલ્પ સાથે શ્રી રાહુલ ગાંધીના વિચારો જાણવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસપક્ષ દ્વારા તા.15-4 સોમવાર બપોરના 2:00 કલાકે આસરાણા ચોકડી રાજુલા જેસર હાઈવે સભાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેના પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, અમરેલી લોકસભાના ઉમેદવાર પરેશભાઇ ધાનાાણી, પ્રદેશ કોંગ્રેસ અ્રણી ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઇ પટેલ, શકિતસિંહજી ગોહિલ, જુનાગઢ લોકસભાના ઉમેદવાર પુંજાભાઇ વંશ, ભાવનગર લોકસભાના ઉમેદવાર મનહરભાઇ પટેલ, અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસા, ભાવનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, ગીરસોમનાથ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઇ બારડ તેમજ ત્રણ જીલ્લામાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.


error: Content is protected !!