Main Menu

આ ચૂંટણી મજબુરીની નહી મજબુત સરકાર માટે છે : શ્રી રૂપાણી

ભાજપ પાસે વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીનું નામ નક્કી છે. સામેના શંભુમેળામાં દરેકને વડાપ્રધાન થવુ છે. મામાના ઘરે જમવાનું અને મા પીરસનારી હોય તેવી સ્થિતિ ગુજરાતની છે ગુજરાતના પ્રશ્ર્નો માટે દિલ્હી જવુ પડતુ નથી માત્ર એક ફોનથી ગુજરાતના પ્રાણ પ્રશ્ર્નો ગણતરીના દિવસોમાં ઉકેલાય જાય છે. તેમ 50 મીનીટના પ્રવચનમાં આજ રોજ અમરેલી ખાતે ગુજરાતના પ્રજા વત્સલ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમરેલી ખાતે વરિષ્ઠ નાગરીકો અને સ્વૈૈચ્છીક સંસ્થાઓને પ્રતિનિધિઓને જણાવ્યું હતુ.
ગુજરાતની ભાજપની કામ કરતી સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે અમરેલીના દિલીપ સંઘાણી ટાઉન હોલ ખાતે બપોરના 3:00 કલાકે અમરેલી જીલ્લાના વરિષ્ઠ નાગરીકો અને સ્વૈૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે એક સિધ્ધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
અમરેલી જીલ્લા ભાજપ પરિવાર આયોજીત આ કાર્યક્રમમાં સૌપ્રથમ વંદે માતરમના ગીત સાથે આરંભ કરાયેલ હતો. અને અમરેલી જીલ્લા ભાજપની સ્થાપનાના પાયાના પથ્થર અને રાષ્ટ્રીય સહકારી શીરોમણી શ્રી દિલીપભાઇ સંઘાણીના માતૃ શ્રી શાંતાબાનું તાજેતરમાં જ નિધન થતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત દરેક શ્રોતાગણે તેમને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, ભુુતકાળની શ્રી મનમોહનસિંહની સરકારના 10 વર્ષમાં દેશમાં અસંખ્ય આતંકવાદી હુમલા થયા. નિર્દોષ નાગરીકોનો ભોગ લેવાયો કોંગ્રેસના સગા-વહાલાઓના કારણે કેટલાય આતંકવાદીઓને તે સરકારે મુકત કર્યા. જયારે દેશમાં 31 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી સાથે આવેલી ભાજપની સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે પાકિસ્તાનમાં જઈ દુશ્મન દેશમાં સક્રિય રહેલા આતંકવાદી અડ્ડાઓ ઉપર એરસ્ટ્રાઈક કરીને ભારતના લોકો અને લશ્કરના જવાનોનો બદલો લીધો છે. આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને માર્યા છે.
જયારે કોંગ્રેસ પક્ષ તેના પુરાવા માંગે છે. આ દેશનું શુકાન નરેન્દ્રભાઇ મોદી જેવા મજબુત માણસના હાથમાં છે. તેને ફરીથી વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે. ફેસલો લોકોએ કરવાનો છે. કાર્યક્રમના આરંભમાં અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ અને અમરેલી જીલ્લા ભાજપન પુર્વ પ્રમુખ શ્રી શરદભાઇ લાખાણીએ અમરેલીની સ્વૈૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓને ભાજપ પરિવાર વતી આવકાર્યા હતા. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની કાર્યશૈલીને બિરદાવી હતી.
અમરેલી જીલ્લા ભાજપના શ્રી દિપકભાઇ વઘાસીયાએ સર્વે મહાનુભાવો અને ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો.
અમરેલી જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખશ્રી ડો. ભરતભાઇ કાનાબારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યકાળમાં ભાજપની સરકારે કરેલા વિકાસ કાર્યો અને નાના થી માંડી દરેક લોકો સાથે જમીન ઉપર બેસી જઈને લોકોના સુખ દુખ પુછનારા મુખ્યમંત્રી શ્રી રૂપાણીની પ્રશંસા કરી હતી.
અમરેલી લોકસભાના ઉમેદવાર નારણભાઇ કાછડીયાએ તેમના 10 વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળમાં તેમણે કરેલા વિકાસ કાર્યો વર્ણવ્યા હતા. અને અમરેલીમાં રાંધણગેસના 2000 જેટલા ગેસ કનેકશનો અપાઇ ચુકયા છે.
અને આગામી દિવસોમાં અમરેલી નગર પાલીકા વિસ્તારના ઘરે ઘરે આ કનેકશનો મળે તે માટેની કાર્યવાહી કાર્યરત છે. તેમ જણાવી અમરેલીને એફએમ થી માંડીને કેન્દ્ર સરકારમાંથી મળેલી રેલ્વેેની સુવિધા વિશે માહિતી આપી હતી.
ભાજપ પરિવારના આજના આ કાર્યક્રમમાં પુર્વ સાંસદ, પુર્વ કેબિનેટ મંત્રી અને ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, પુર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઇ ઉંધાડ, શ્રી બાલુભાઇ તંતી, શ્રી વાલજીભાઇ ખોખરીયા, માજીમંત્રી શ્રી વી.વી.વઘાસીયા, અમરેલી સંસદીય વિસ્તારના પ્રભારી અને પુર્વ મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા, શ્રી ભરતભાઇ ગાજીપરા, પુર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઇ ભુવા, ભાજપના અગ્રણી શ્રી કૌશીકભાઇ વેકરીયા, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી પી.પી.સોજીત્રા, શ્રી ભરતભાઇ કાનાબાર, શ્રી અશ્ર્વીનભાઇ સાવલીયા, શ્રીદાસભાઇ લીલીયાવાળા, શ્રી ગોપાલભાઇ વસ્તરપરા, શ્રી મનીષ સંઘાણી, શ્રી ભરત વેકરીયા, શ્રી તુષાર જોષી, શ્રી રીતેશ સોની, શ્રી અલ્કાબેન દેસાઇ અને શ્રી મધ્ાુબેન જોષી સહિતના અગ્રણીઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.


error: Content is protected !!