Main Menu

ધારી વિસ્તારમાં કોંગ્રેસનો ગઢ તુટયો : શ્રી મનુભાઇ કોટડીયાના સાથીદાર એવા શ્રી રમણીકભાઇ સોજીત્રા પુરા જુથ સાથે ભાજપમાં

અમરેલી,આજે અમરેલીમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપે મોટુ ઓપરેશન પાર પાડી ધારી વિસ્તારમાં કોંગ્રેસનો ગઢ તોડયો હતો સ્વ. મનુભાઇ કોટડીયાના સાથીદાર એવા ધારીીના સહકારી ક્ષેત્રના તથા વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી રમણીકભાઇ સોજીત્રા પુરા જુથ સાથે ભાજપમાં ભળી ગયા હતા ધારીના કરોડરજ્જુ જેવી મહત્વની સંસ્થાઓના કર્તાહર્તા શ્રી રમણીકભાઇ સોજીત્રાના ગૃપે કોંગ્રેસને રામ રામ કરી દીધા હો તેને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ અપાયો હતો.ધારી તાલુકા લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખ,ધારી તાલુકા પાસના કન્વીનર,ધારી દ્વારકેશ યુવક મંડળના પ્રમુખ,ધારી વિવિધ કાર્યકારી મંડળીના પ્રમુખ, દ્વારકેશ યુવક મંડળ ધારીના 1100 સભ્યો અને દ્વારકેશ મહિલા મંડળના 400 સભ્યો વતી યુવક મંડળના 5ાંચ પ્રતિનિધિ અને મહિલા મંડળમાં સાત બહેનો આવે છે તે ઉપરાંત હરિપરા ગ્રામ પંચાયતના 45 વર્ષથી સરપંચ અને 25 વર્ષ થી ઇફકોના ડેલીગેટ રહી ચુકેલા શ્રી રમણીકભાઇ સોજીત્રાના ભાજપ પ્રવેશને કારણે ધારીમાં જબરી હલચલ મચી ગઇ છે.



(Next News) »



error: Content is protected !!