Main Menu

અમરેલી:ચૂંટણી માટે તંત્ર સજ્જ,આજથી ઈવીએમ ફાળવણી

અમરેલી,અમરેલી લોકસભા બેઠકમાં મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહૃાાં છે ત્યારે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીની ત્યારીઓને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે. રવિવારે સાંજથી પ્રચારના ભૂંગળા શાંત થતાંની સાથે જ કર્મચારીઓ મતદૃાન માટેની અંતિમ ત્યારીઓમાં લાગી જશે. લોકશાહીના આ મહાઉત્સવ માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે.આ અંગેની વિગતો મુજબ લાંબા સમયથી જેના માટે લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહૃાાં હતાં અને રાજકીય પક્ષો દ્વારા પુરાજોશમાં પ્રચારપ્રસાર ચાલી રહૃાો હતો તેઓ લોકસભાની ચૂંટણી માટેનો અવસર આવી પહોચતા અમરેલી લોકસભા બેઠકમાં તંત્ર સજ્જ થઈ ગયું છે. અમરેલી સહિત કુલ બે જિલ્લાના 13 તાલુકાઓ અને સાત વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા યોજાનાર છે. રવિવારે સાંજથી દરેક પ્રાંત અધિકારી કચેરીની આગેવાનીમાં કર્મચારીઓના ઈવીએમ અને વીવીપેટની ફાફ્રવણી શરુ કરી દૃેવામાં આવશે અને મતદાન આગફ્રના દિવસો સોમવારે કર્મચારીઓ સરંજામ સાથે જે તેઓ મતદાન મથકો પર પહોચી જશે.અમરેલી લોકસભા બેઠકમાં કુલ 1ર730 કર્મચારીઓનો ચૂંટણી ફરજમાં રોકવામાં આવ્યા છે આ પ્ૌકી મતદાન મથકો પર ફરજ બજાવનારા કર્મચારીઓની સંખ્યા 7140 છે. 16પ1 ઈવીએમ મશીનો અને 17પ7 વીવીપેટ મશીનોની ફાફ્રવણી કરવામાં આવી છે. 1906 મતદાન મથકો અને બે પૂરક મતદાન મથકો મફ્રીને કુલ 1608 મતદાન મથકો પર ચૂંટણીની પ્રક્રિયા યોજવામાં આવશે. મતદૃાન માટેનો સમય સવારના 7થી સાંજના 6 સુધી રાખવામાં આવ્યો છે અને સાંજે 6 વાગ્યે મતદાન મથકમાં પહોચી ગયેલા તમામ મતદારોનો આવરી લેવામાં આવશે.



« (Previous News)



error: Content is protected !!