Main Menu

રાજુલા પાલિકામાં પ્રમુખના રાજીનામાથી ખળભળાટ

રાજુલા,રાજુલા વિધાન સભા બાદ રાજકીય ઘમાસાણ ના કારણે શહેર નો વિકાસ રૂંધાયો છે જે રીતે નગરપાલિકા મા કોંગ્રેસ ની સ્પષ્ટ બહુમતી આવી હતી અને પ્રમુખ ઉપપ્રમુખ ને લઈ ને વિવાદો ઉભા થયા હતા અને કોંગ્રેસ દ્વારા મીનાબેન વાઘેલા ને પ્રમુખ તરીકે બેસાડવા મા આવ્યા હતા ત્યાર બાદ તે પ્રમુખ ને હટાવી 1 ભાજપ ના સદસ્ય સહિત 19 સદસ્ય એ કોંગ્રેસ સામે બળવો કરી બાઘુબેન બાલાભાઈ વાણીયા ને પ્રમુખ સ્થાને બેસાડ્યા અને ત્યાર બાદ ઉપપ્રમુખ તરીકે છત્રજીતભાઈ ધાખડા ની નિમણૂક કરવા મા આવી હતી ત્યાર થી લઈ આજ સુધી રાજકીય દ્રામા ચાલી રહ્યો છે અને નગરપાલિકા મા ના વિવાદ ના કારણે તાજેતર મા લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ ડેલીગેટ બાબુભાઈ જાલંધરા અને તેમના પુત્ર દીપકભાઈ જાલંધરા એ પણ કોંગ્રેસ થી નારાજ થઈ રાજીનામા ધરી દીધા હતા અને ત્યાર બાદ નગરપાલિકા પ્રમુખ બાઘુબેન વાણીયા એ રાજીનામુ ધરી દીધુ છે એટલે આ તમામ રાજકીય ગતિવિધિ હવે તેજ થય રહી છે અને અંગત કારણો સર રાજીનામા મા લખી આપી રહ્યા છે તારીખ 12:04 ના રોજ ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા એ આપેલ રાજીનામા બાદ આ બધા રાજીનામા પડી રહ્યા છે જોકે તમામ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા સૌવ કોઈ એકજ રટણ બતાવી રહ્યા છે રાજીનામુ માત્ર અંગત કારણ ધરી રહ્યા છે જોકે પ્રમુખ વિરુદ્ધ એટરોસિટી ની ફરિયાદ થય હતી અગાવ અને ત્યાર બાદ બળવાબોરો સદસ્યો ભારે નારાજ થયા હતા તેવી પણ વાત આવી હતી


error: Content is protected !!