Main Menu

લીલીયા-લાઠી ખ.વે. સંઘના તમામ ડિરેકટરો બિનહરિફ

લીલીયા,લીલીયા-લાઠી તાલુકા ખરીદ વેચાણ સંઘના બોર્ડ ઓફ ડીરેકટરોની બીનહરીફ વરણી કરવામાં આવી છે. જીલ્‍લાના સહકારી આગેવાન અને નાફસ્‍કોબના ચેરમેન તથા જીલ્‍લા બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન નીચે અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અને સહકારી આગેવાન અરૂણભાઈ પટેલની આગેવાનીમાં બીનહરીફ થતા તાલુકા ખ.વે. સંઘના પ્રમુખ બાબુભાઈ ધામત, લીલીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ વીરાણી, જીલ્‍લા ખ.વે. સંઘના ડીરેકટર ધીરૂભાઈ ઉમરેટીયા, લીલીયા યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ દુધાત, બોર્ડના ડીરેકટર અને પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયાની ટીમે લીલીયા તાલુકામાં સહકારી માળખુ બની રહી તેવા પ્રયત્‍નો હાથ ધરી સંઘ બીનહરીફ કરાવેલ.
જેમાં બોર્ડ ઓફ ડીરેકટરો લીલીયા બાબુભાઈ ધામત, મનસુખભાઈ ગાંગડીયા, ધીરૂભાઈ ઉમરેટીયા, ગોરધનભાઈ ભાલાળા, જાત્રોડામાંથી વાલજીભાઈ દોમડીયા, ખારામાંથી વાસુરભાઈ ગરણીયા, આંબામાંથી મધુભાઈ કયાડા, ગોઢાવદરમાંથી કાળુભાઈ ગજેરા, ભેંસાણમાંથી અશોકભાઈ નારોલા, દાડમાંથી શાંતીભાઈધાનાણી, શેઢાવદરમાંથી અનીલભાઈ પાનસેરીયા, ગુંદરણથી રતીભાઈ રાખોલીયા, સનાળીયાથી ઘનશ્‍યામભાઈ રાદડીયા, સલડીથી દેવશીભાઈ માદલીયાની ડીરેકટરો તરીકે બીનહરીફ જાહેરાત થઈ હતી. આમ લીલીયા-લાઠી તાલુકા ખ.વે. સને ૨૦૦૨ થી સતત બીનહરીફ થઈ રહેલ છે. તે બદલ લીલીયા તાલુકાના સહકારી આગેવાનોને જીલ્‍લાભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.(Next News) »error: Content is protected !!