Main Menu

અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીનભાઇ સાવલીયાના પિતાશ્રીનું નિધન : ઘેરો શોક

અમરેલી,
પેઢીઓથી અમરેલીના રાજકીય સામાજીક ક્ષેત્રે અગ્રેસર એવા સાવલીયા પરિવારના મોભી અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીનભાઇ સાવલીયાના પિતાશ્રી નટુભાઇ મોહનભાઇ સાવલીયાનું ટુંકી બીમારી બાદ નિધન થતા ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.અને સદગતની અંતિમયાત્રામાં રાજકીય થતા વિવિધ ક્ષેત્રના આગેવાનોએ બહોળી સંખ્‍યામાં જોડાઇને સ્‍વ. નટુભાઇ સાવલીયાને શ્રઘ્‍ધસુમન અર્પણ કર્યા હતા.
તા. 10ને શનીવારના રોજ માત્ર બે જ દિવસની ટુકીં બીમારી બાદ શ્રી નટુભાઇ સાવલીયાના નિધનના સમાચાર ફેલાઇ જતા સો સગાના સગા એવા સાવલીયા પરિવારના સ્‍નેહીઓ, તથા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીનભાઇના મિત્રો, શુભેચ્‍છકો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પ્રતાપપરા ખાતે સાવલીયા પરિવારને સાંત્‍વના પાઠવી હતી.
શ્રી નટુભાઇ સાવલીયાનાનિધનના સમાચાર મળતા જ ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,ડો. ભરતભાઇ કાનાબાર, જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી શ્રી કૌશિક વેકરીયા, અમર ડેરીના એમડી ડો. આર એસ પટેલ, અમરેલી જિલ્લા બેન્‍કના જનરલ મેનેજર શ્રી કોઠીયા, શ્રી રીતેશ ઉપાઘ્‍યાય, શ્રી ધીરુભાઇ વાળા, શ્રી અમીતભાઇ રાદડીયા,શ્રી માવજીભાઇ ગોલ, શ્રી ભાવેશભાઇ ચકરાણી શ્રી જયંતીભાઇ પાનસુરીયા સહિતના રાજકીય તથા સામાજીક આગેવાનો તથા પ્રતાપપરા સમસ્‍ત અને સાવલીયા પરિવારના અંતરંગ વર્તુળો અંતિમયાત્રામાં જોડાયા હતા.અને સોમવારે પ્રતાપપરા ખાતે યોજાયેલા સદગતના બેસણામાં સાવલીયા પરિવાર સાથે પારિવારીક નાતો ધરાવતા શ્રી પરસોતમભાઇ રૂપાલા, શ્રી દિલીપ સંઘાણી, શ્રી નારણભાઇ કાછડીયા, અવધ ટાઇમ્‍સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ, માજી સાંસદશ્રી વિરજીભાઇ ઠુમ્‍મર, શ્રી શંભુભાઇ દેસાઇ, શ્રી મયુરભાઇ હિરપરા, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી રાજુભાઇ ધાનાણી, શ્રી ઋજુલ ગોંડલીયા,શ્રી ધીરુભાઇ ગઢીયા, સહિતના તમામ રાજકીય ક્ષેત્રના આગેવાનો સામાજીક આગેવાનો અને સાવલીયા પરિવારના શુભેચ્‍છકોએ બહોળી સંખ્‍યામાં સાવલીયા પરિવારને સાંત્‍વના પાઠવી હતી.


error: Content is protected !!