Main Menu

નાયરોબીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની જીતની ભવ્ય ઉજવણી કરાઇ

નાયરોબી,ભારતમાં નરેન્દ્રભાઇ મોદીની જીતનો જશ્ન લોકોએ મનાવ્યો તેમા દેશની બહાર દુર દુર વસતા ભારતીયો પણ બાકાત નહોતા રહયા સાત સમંદર પાર આફ્રીકાના કેન્યા દેશના પાટનગર નાયરોબીમાં પણ મે ભી ચોકીદાર ના નારા સાથે ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ ભારતીય જનતા એશોસિએશન કેન્યા દ્વારા શ્રી નરેન્દ્રભાઇ મોદીની જીતની ભવ્ય ઉજવણી કરાઇ હતી.અહી નાયરોબીના પરજીયા સોની સમાજના આગેવાન અને હીન્દુ મહાસભા ઓફ કેન્યાના લીડર શ્રી સુર્યકાંતભાઇ ચલ્લા તથા શ્રી સોનલબેન ચલ્લા પણ ડૉ. વિજય ચોથાઇવાલેના નેતૃત્વમાં યોજાયેલા ભવ્ય સેલીબ્રેશનમાં જોડાયા હતા વર્લ્ડ ફોર નમોના સુત્ર સાથે ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ ભારતીય જનતા એશોસિએશન કેન્યા દ્વારા નાયરોબીમાં વસતા ભારતીયો અને સંસ્થાઓ દ્વારા શ્રી નરેન્દ્રભાઇ મોદીની જીતની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી તેમા દરેક ભારતવાસીઓ ઉમંગભેર જોડાયા હતા.


error: Content is protected !!