Main Menu

અમરેલીમાં વિશ્ર્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

યોગ  પ્રાચીન ભારતની અનમોલ આધ્યાત્મિક વિરાસત છે. યોગથી દરેક વ્યક્તિ આત્મિક, શારીરિક, માનસિક, સામાજિક શાંતિ પામી શકે છે. ભારત દેશની આ અમૂલ્ય વિરાસતને જાળવી રાખવા આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે સતત પાંચમી વાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને સમગ્ર દેશની સાથોસાથ અમરેલીમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ મેદાન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ મંત્રીશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાણા, નાયબ વન સંરક્ષકશ્રી ડો. પ્રિયંકા ગેહલોત જેવા મહાનુભાવો સહિત વિશાળ જનસમુદાયે યોગાસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ઝારખંડના રાંચી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રનભાઇ મોદીના પ્રવચન-સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ જે તમામ લોકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ. ડોબરીયા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી, પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી ભટ્ટ, જિલ્લાણ ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સી.એમ. જાદવ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓના પ્રતિનિધીશ્રીઓ-સભ્યો્ તથા મહાનુભાવો પણ યોગમાં જોડાયા હતા.આ ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અલગ-અલગ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિન ઉજવણીમાં જિલ્લાભરમાં શાળા-સંસ્થાઓ-કેન્દ્રો પર લોકો યોગ દિન ઉજવણી માટે વિદ્યાર્થીઓ, સિનીયર સીટીઝન્સ અને જિલ્લાના તમામ નગરજનો જોડાયા હતા.આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર યોગાભ્યાસુઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ અને યોગનિદર્શન યોગશિક્ષકશ્રીએ તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગગુરૂઓએ કર્યુ હતુ. પ્રાચીન ભારતની અનમોલ આધ્યાત્મિક વિરાસત છે. યોગથી દરેક વ્યક્તિ આત્મિક, શારીરિક, માનસિક, સામાજિક શાંતિ પામી શકે છે. ભારત દેશની આ અમૂલ્ય વિરાસતને જાળવી રાખવા આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે સતત પાંચમી વાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને સમગ્ર દેશની સાથોસાથ અમરેલીમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ મેદાન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ મંત્રીશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાણા, નાયબ વન સંરક્ષકશ્રી ડો. પ્રિયંકા ગેહલોત જેવા મહાનુભાવો સહિત વિશાળ જનસમુદાયે યોગાસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ઝારખંડના રાંચી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રનભાઇ મોદીના પ્રવચન-સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ જે તમામ લોકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ. ડોબરીયા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી, પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી ભટ્ટ, જિલ્લાણ ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સી.એમ. જાદવ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓના પ્રતિનિધીશ્રીઓ-સભ્યો્ તથા મહાનુભાવો પણ યોગમાં જોડાયા હતા.આ ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અલગ-અલગ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિન ઉજવણીમાં જિલ્લાભરમાં શાળા-સંસ્થાઓ-કેન્દ્રો પર લોકો યોગ દિન ઉજવણી માટે વિદ્યાર્થીઓ, સિનીયર સીટીઝન્સ અને જિલ્લાના તમામ નગરજનો જોડાયા હતા.આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર યોગાભ્યાસુઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ અને યોગનિદર્શન યોગશિક્ષકશ્રીએ તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગગુરૂઓએ કર્યુ હતુ.


error: Content is protected !!