Main Menu

આજે બજેટ: ૧૩૦ કરોડ ભારતીયોનો મોદૃી સરકાર પાસે રાહતની ‘આશા

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ‘મોદૃી સરકાર ૨.૦નું પહેલું બજેટ રજૂ કરશે. દૃેશના પહેલાં મહિલા નાણામંત્રી કે જેઓ સંપૂર્ણ કદૃનું અંદૃાજપત્ર દૃેશની જનતા સમક્ષ પ્રસ્તુત કરશે. બજેટ રજૂ કરતાં અગાઉ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદૃમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. જેમાં ૨૦૧૯-૨૦માં જીડીપી દૃર ૭ ટકા રહેવાનું અનુમાન લગાવાયું હતુ. આજે જ્યારે નિર્મલા સીતારમણ સંસદૃમાં બજેટ રજૂ કરશે ત્યારે સમગ્ર દૃેશની નજર બજેટ પર રહેશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ વિકાસને ગતિ આપવા માટે અમુક પગલાં ઉઠાવી શકે છે. વિકાસદૃર પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ચૂક્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૫માં આ દૃર ૭.૫ ટકાની ઝડપથી આગળ વધી રહૃાો હતો પરંતુ ચાલું નાણાકીય વર્ષમાં તે ૬.૮ ટકાએ પહોંચી ગયો છે.
પ્રોત્સાહન પ્રદૃાન કરવા માટે રાજકોષીય રોડમેપને ફરી એક વખત સંશોધિત કરવામાં આવી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે વચગાળાના બજેટમાં રાજકોષીય ખાધનો લક્ષ્યાંક જીપીડીના ૩.૪ ટકા નિર્ધારિત કરવામાં આવ્યો હતો જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં તે ૩.૫ ટકા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણ વપરાશને વધારો આપવા માટે ટેક્સમાં કાપ મુકવાની જાહેરાત કરી શકે છે. આ હેઠળ તમામ કરદૃાતાઓ માટે ટેક્સ છૂટની મર્યાદૃા ૨.૫ લાખથી વધીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તમામ કંપનીઓ માટે યુનિફોર્મ કોપાર્રેટ ટેક્સ ૨૫ ટકા નિર્ધારિત થઈ શકે છે.
બચતમાં સતત ઘટાડો નોંધાઈ રહૃાો છે. સરકારે આ ઘટાડાને રોકી બચતમાં વધારો કરવાના ઉપાયો ઉપર ધ્યાન આપવું પડશે. પરિવારોને વધુ બચત કરવા માટે ટેક્સ પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી શકે છે.
રોજગારમાં વધારો કરવા માટે રાજેગાર કાયદૃામાં સુધારો કરવામાં આવી શકે છે. આ હેઠળ કર્મચારીઓને નોકરી આપવાના અને હટાવવાના નિયમોને સુગમબનાવવામાં આવી શકે છે. નિયુક્તિઓ પર વધુ પ્રોત્સાહન અને સરકારી નોકરીમાં વધારા જેવા પગલાં પણ ઉઠાવાઈ શકે છે. સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહનની જાહેરાત કરાઈ શકે છે.
સીતારમણ ગ્રામીણ વિસ્તારોમાં ખર્ચને પ્રોત્સાહન આપવા માટેના ઉપાયોની જાહેરાત કરી શકે છે. ખેડૂતો માટે વ્યાજદૃરોમાં કમી કરવામાં આવી શકે છે તો ખાતર માટે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. વચગાળાના બજેટમાં સરકારે મનરેગા માટે ૬૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી જે નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૩૮,૫૦૦ કરોડ રૂપિયા હતી.
દૃેશમાં જળ સંકટ સતત વધતું જઈ રહૃાું છે. આ વખતે સરકારે આ માટે અલગ મંત્રાલય ‘જળશિક્તની રચના કરી છે. સરકાર આ બજેટમાં જળ માટે અલગ કોષ બનાવશે. આ હેઠળ એક મોટી રકમ પણ ફાળવવામાં આવી શકે છે. વર્ષ ૨૦૦૧માં પ્રતિ વ્યિક્ત ૧૮૧૬ ક્યુબીક મીટર પાણી ઉપલબ્ધતા હતી જે ૨૦૨૫માં ૧૩૪૦ અને ૨૦૫૦ સુધી ૧૧૪૦ ક્યુબીક મીટર રહી જવાની આશંકા છે.
સરકાર મહેસૂલ વધારવા માટે નવા ટેક્સની જાહેરાત કરી શકે છે. લોંગ ટર્મ કેપિટલ ગેન્સમાં વધારો કરવામાં આવી શે કે છે તો સરકાર ઉત્તરાધિકારી કર એટલે કે ઈનહેરિટેન્સ ટેક્સની વાપસી કરાવી શકે છે. બેક્ધીગ ટ્રાન્ઝેક્શન ટેક્સથી મહેસૂલમાં વધારો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વધુ આવક ઉપર સરચાર્જ પણ લગાવવામાં આવી શકે છે.






error: Content is protected !!