Main Menu

બોઇંગ વિમાન દૃુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને ૧૦ કરોડ ડોલરની મદદ કરશે

વિમાન નિર્માતા કંપની બોઈંગે બુધવારે જાહેરાત કરી કે તેઓ ૭૩૭ મેક્સમાં થયેલી બે દૃુર્ઘટનાઓના પીડિતોના પરિવારોને ૧૦૦ મિલીયન ડોલર(અંદૃાજે ૬૮૮ કરોડ રૂપિયા)ની નાણાકીય સહાય કરશે. બે વિમાન દૃુર્ઘટનામાં ૩૪૬ મુસાફરોના મોત થયા છે. ઈન્ડોનેશિયામાં ગત વર્ષે ઓક્ટોબરમાં વિમાન દૃુર્ઘટનામાં ૧૮૯ લોકોના મોત થયા હતા, જ્યારે ઈથોપિયામાં આ વર્ષે ૧૦ માર્ચે થયેલી વિમાન દૃુર્ઘટનામાં ૧૫૭ લોકોના મોત થયા હતા.
શિકાગોની કંપનીએ નિવેદૃનમાં કહૃાું હતું કે, પીડિત પરિવારોનું શિક્ષણ , જીવનધોરણ યોગ્ય રીતે ચલાવી શકે તે હેતુથી તેમની આર્થિક સ્થિતીને પ્રોત્સાહીત કરવાનું કામ કરશે. આ માટે કંપની સ્થાનિક સરકારો અને ખાનગી સંસ્થાઓ સાથે મળીને કામ કરશે.
કંપનીના અધ્યક્ષ અને સીઈઓ ડેનિસ મુલિનબર્ગે કહૃાું કે, અમે બોઈંગની બન્ને દૃુર્ઘટનાઓમાં થયેલા જાનમાલના નુકસાન માટે દૃુ:ખ છે. અમને આશા છે કે શરૂઆતની રકમથી તેમને થોડી રાહત મળશે.


error: Content is protected !!