Main Menu

જય રણછોડ,માખણચોરના નારા સાથે ૧૪૨મી રથયાત્રા સંપન્ન

અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિૃરેથી સવારે ૭ વાગ્યે નગરચર્યાએ નીકળ્યા હતા. આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદૃ નગરચર્યાએ નીકળેલા જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમનો રથ એક હજાર ખલાસીઓ ખેંચી રહૃાા છે. ભગવાન જગન્નાથને ’નંદૃીઘોષ’ નામના રથમાં, બહેન સુભદ્રાને ’કલ્પધ્વજ’ અને ભાઈ બલભદ્રને ’તાલધ્વજ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પિંહદૃવિધિ કરી હતી. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરાવી હતી. ત્યારબાદૃ સમગ્ર માહોલ જય રણછોડ,માખણ ચોરના નારા સાથે ગૂંજી ઊઠ્યો હતો. દૃરિયાપુરથી નિકળી રથ પર સવાર ભગવાન જગન્નાથ દિૃલ્હી ચકલા પહોંચ્યા અને ત્યાંથી પસાર થઇ શાહપુર પહોંચી ત્યાંથી નીજ મંદિૃર જવા રવાના થયા હતા.
દૃેશના ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સવારે પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. તેઓ વહેલી સવારે જ જમાલપુરમાં આવેલા ભગવાન જગદૃીશના મંદિૃરમાં પહોંચી ગયા હતા તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિૃપિંસહ જાડેજા પણ મંગળા આરતીમાં જોડાયા હતા.
ખૂબ જ ભાવપૂર્વક અમિત શાહે પોતાના ધર્મપત્ની સાથે આરતીની થાળી હાથમાં રાખી ભગવાન જગદૃીશની આરતી ઉતારી હતી છેલ્લા ઘણા વર્ષથી તેઓ રથયાત્રા શરૂ થાય તે પહેલા મંદિૃરની અંદૃર થતી મંગળા આરતી કરવા માટે પહોંચી જાય છે .વર્ષો જૂની આ પરંપરા અમિત શાહે આજે પણ જાળવી રાખી છે અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતી કરવા માટે આવવાના હોવાથી તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં મંદિૃરમાં આરતી કરવા માટે આવી ગયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દૃ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવ પૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદૃાવાદૃ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદૃાય આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહૃાું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દૃર્શન આપવા દિૃવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દૃીર પરત આવશે. તેમણે જગન્નાથજીની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી.
રથયાત્રા નિજ મંદિૃર પરત ફરી રહી હતી ત્યારે ૪૫ મિનિટ કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકી ગઈ હતી. પોલીસ અને મંદિૃર વહીવટી તંત્ર વચ્ચે થોડી અણસમજ ઉભી થઇ હતી. પોલીસ રથયાત્રાને જલ્દૃી દૃોડાવી રહી હોવાનું લાગતા રથયાત્રા ઉભી રાખી દૃેવાઈ હતી. મંદિૃર વહીવટી તંત્ર અને પોલીસ વચ્ચે સમજાવટ થયા બાદૃ રથયાત્રા આગળ વધી હતી.
ભગવાનના રથનું મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર બિજલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદૃ ભગવાન આસ્ટોડીયા ચકલા પહોંચ્યા હતા. ત્યાર બાદૃ ભગવાનના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય ભાઈ-બહેનનું મામેરું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદૃ ભગવાન નિજ મંદિૃર તરફ રવાના થયા હતા. આ દૃરમિયાન પ્રેમ દૃરવાજાએ ઝરમર વરસાદૃ વરસ્યો હતો.
પ્રેમ દૃરવાજા, સરસપુર અને કાલુપુરમાં ચાલુ વરસાદૃમાં પણ રથયાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને છત્રી લઈને રથયાત્રા જોવા પહોંચ્યા હતા.


error: Content is protected !!