Main Menu

પ્રથમ મહિલા નાણાંમંત્રી તરીકે નિર્મલા સિતારમણે ૨૦૧૯-૨૦ માટેનું બજેટ રજૂ કર્યું ન્યૂ ઇન્ડિયા ‘બજેટ: અમીરોનો ફટકાર,મધ્યમ વર્ગનો ડિગો

બીજી મુદૃત માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારામને આજે લોકસભામાં રજૂ કર્યું છે. એમણે કરવેરાના સ્લેબમાં કોઈ રાહત આપી નથી. સીતારામન ભારતનાં પ્રથમ ફૂલ-ટાઈમ મહિલા નાણાં પ્રધાન છે. નાણાં મંત્રીએ બજેટમાં ગામડાં, ખેડૂતો અને યુવાનો માટે કેટલીય જાહેરાત કરી.
બજેટ ભાષણની શરૂઆત કરતાં તેમણે કહૃાું કે, અમારો ઉદ્દેશ મજબૂત દૃેશ માટે મજબૂત નાગરિક છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે જે મેગા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે તેને હવે આગળ વધારવાનો સમય આવી ગયો છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, દ્રઢ સંકલ્પ હોય તો ઉદ્દેશ પૂરો થાય છે.
અત્યારે આપણી ૩ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી છે. આપણે ચીન અને અમેરિકા પછી ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમાં ૫ વર્ષમાં ટેક્સ, બેક્ધરપ્સી અને રિયલ એસ્ટેટમાં ઘણાં સુધારા કર્યા છે. ઈઝ ઓફ ડૂંઈંગ બિઝનેસ અને મુદ્રા લોન જેવા સુધારાથી વેપાર સરળ બન્યો છે. દૃેશના ભવિષ્ય માટે જનતાએ અમારા બે લક્ષ્યોને સહમતિ આપી છે. તે છે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ. અમારો હેતુ મજબૂત ભારતનો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યુ હતુ કે. પ્રત્યક્ષ ટેક્સના કલેક્શનમાં વધારો થયો છે. ટેક્સનું કલેક્શન ૨૦૧૩-૧૪માં ૬.૩૮ લાખ કરોડથી વધીને ૨૦૧૮-૧૯માં ૧૧.૩૭ લાખ કરોડ રૂપિયા થયો છે. જેમાં ૭૮ ટકાનો વધારો થયો છે. દૃેશમાં વાર્ષિક ૨૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ અત્યારે ૨૫ ટકા છે. ૪૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપની પણ ૨૫ ટકા ટેક્સના સ્લેબમાં આવે છે. એટલે કે ૯૯.૩ કંપનીઓ ૨૫ ટકા ટેક્સના સ્લેબમાં આવે છે. માત્ર ૦.૭ ટકા કંપનીઓ જ આ સ્લેબમાંથી બહાર છે.
મોદૃી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે. હવે ૨થી ૫ કરોડની કમાણી કરનાર લોકો પર ૩ ટકા વધારાનો ટેક્સ અને ૫ કરોડથી વધારે કમાણી કરનાર પર વધારાનો ૭ ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયેલ અંતરિમ બજેટમાં ૫ લાખની વાર્ષિક ટેક્સેબલ આવકવાળાઓને ટેક્સથી સંપૂર્ણ રીતે રાહત આપવાની જાહેરાતને રજૂ કરી છે. ટેક્સ સ્લેબમાં કોઇ પણ પ્રકારની છેડછાડ નથી કરવામાં આવી.
સોના પર કસ્ટમ ડ્યટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી. તમાકુ પર વધારાનો વેરો લગાવવામાં આવ્યો. પેટ્રોલ-ડીઝલ પર ૧-૧ રૂપિયો સેઝ વધારવામાં આવ્યો.
મિડલ ક્લાસ માટે મોદૃી સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે રૂ. ૪૫ લાખનું ઘર ખરીદૃવા પર વધારે રૂ. ૧.૫ લાખની છૂટ આપવામાં આવી છે. હાઉિંસગ લોનના વ્યાજપર મળનારી છૂટ હવે ૨ લાખથી વધીને રૂ. ૩.૫ લાખ કરવામાં આવી છે. આ સિવાય રૂ. ૨.૫ લાખ સુધીના ઈલેક્ટ્રિક્ટ વેહિકલ પર ભારે છૂટ આપવામાં આવી છે.
સીતારમણે કહૃાું આગામી પાંચ વર્ષમાં ૧.૯૫ કરોડ ઘર બનાવવામાં આવશે. તમામ ગરીબોની પાસે ૨૦૨૨ સુધી પોતાનું ઘર હશે. આ ઘરોમાં ગેસ-વીજળી કનેકશન અને ટોયલેટ હશે. તેમણે કહૃાું કે સરકાર ગ્રામીણ પરિવારોના જીવનમાં ફેરફાર લાવવા માંગે છે.
એમણે કહૃાું કે અન્નદૃાતાને ઉર્જાદૃાતા બનાવવા પર કામ કરવામાં આવશે. કૃષિ ઉત્પાદૃન સાથે જોડાયેલા કામોમાં પ્રાઇવેટ આંત્રપ્રન્યોરશિપને પ્રોત્સાહન આપવામાં આવશે. સીતારમણે કહૃાું કે ૨૦૨૪ સુધી ગામના તમામ ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. તેમા દૃરેક ઘરમાં ટાંકી પહોંચાડવામાં આવશે. એમણે બતાવ્યું કે આ કામ જળ જીવન મિશન હેઠળ કરવામાં આવશે. તેમા દૃરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે.
સીતારમણને ઉજ્જવલા યોજના હેઠળ ગામમાં મળનાર એલપીજી કનેક્શન, વીજળીની સુવિધાનો ઉલ્લેખ કર્યો. કહૃાું કે, ૨૦૨૨ સુધી ગામના તમામ પરિવારને વીજળી અને એલપીજી ગેસની સુવિધા આપવામાં આવશે. સીતારમણે કહૃાું કે જે લોકો કનેક્શન નહીં લેવા ઇચ્છતા, તેમને છોડીને ૨૦૨૨ સુધીમાં પ્રત્યેક ગ્રામીણ પરિવારમાં વીજળી કનેક્શન અને સ્વચ્છ ઇંધણ આધારિત રસોઇ આપવામાં આવશે.
નાણામંત્રીએ ભાષણમાં કહૃાું કે મીડિયામાં પણ વિદૃેશી રોકાણની સીમા વધારવા પર વિચાર કરવામાં આવી રહૃાો છે. આ ઉપરાંત વીમા સેક્ટરમાં ૧૦૦ ટકા હ્લડ્ઢૈં પર પણ વિચાર કરવામાં આવી રહૃાો છે. ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં એક મોટી તાકાતના રૂપમાં વિકસ્યો છે. અમારી સરકાર આ તાકાતને વધારવા માંગે છે અને સેટેલાઇટ લોન્ચ કરવાને ક્ષમતાને વધારવામાં આવશે.






error: Content is protected !!