Main Menu

ભારતને પાવરહાઉસ બનાવવાવાળું બજેટ: મોદી

બજેટ પૂરુ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, આ દૃેશને સમૃદ્ધ અને જન-જનને સમર્થ બનાવનારું બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવકોને સારું ભવિષ્ય મળશે. આ બજેટથી મધ્યમથી મધ્યમ વર્ગને પ્રગતિ મળશે. વિકાસની ગતિ વધશે. આ બજેટથી ટેક્સ વ્યવસ્થામાં સરળતા આવશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, આજે લોકોના જીવનમાં નવી આકાંક્ષા અને અપેક્ષાઓ છે. આ બજેટ દૃેશને નવો વિશ્ર્વાસ અપાવી રહૃાો છે કે, જે વાયદૃા કરવામાં આવ્યા છે તે પૂરા કરવામાં આવશે. આ બજેટ વિશ્ર્વાસ અપાવે છે કે, દિૃશા યોગ્ય છે, પ્રોસેસ ઠીક છે, ગતિ સાચી છે તેથી લક્ષ્ય સુધી પહોંચવાનું નક્કી છે. આ બજેટ ઉદ્યોગ અને ઉદ્યમીઓને મજબૂત બનાવશે. દૃેશમાં મહિલાઓની ભાગીદૃારી વધશે.
પોતાની સરકારના પહેલા કાર્યકાળના વખાણ કરતા વડાપ્રધાને કહૃાું કે, આ એક ગ્રીન બજેટ છે. તેમાં પર્યાવરણ, ઈલેક્ટ્રિક મોબિલિટી અને સોલર સેક્ટર પર વિશેષ બળ આપવામાં આવ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં દૃેશ નિરાશાના વાતાવરણને પાછળ મૂકી આવી છે. આજે દૃેશ આશા અને અપેક્ષાઓથી ભરેલું છે.


error: Content is protected !!