Main Menu

અમરેલી લાયન્સ કલબ મેઇનનો લાયનવર્ષ 19-20નો સતત બીજો વૃક્ષારોપણ કેમ્પ યોજાયા

લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન- અમરેલી દ્વારા સ્થાપના કાળથી જ વિવિધ સેવાકીય પ્રવૃજત કરે છે જેમાં નેત્રનિદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ભુકંપ, પુર, કુદરતી આયતી જેવા સમયે સહાય તથા પર્યાવરણ જતન અને જળબચાવ અભિયાન મુખ્ય છે ત્યારે ચાલુ-સાલ 2019-20 ના નવા વરાયેલા પ્રમુખ લા.ભરતભાઇ ચકરાણીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનો સતત દ્રિતીય કેમ્પ યોજાયો હતો.જેમાં ઝોન ચેર પર્સન લા.કાંતિભાઇ વઘાસીયા સહિત જ્યેહભાઇ નાકરાણી, ઘનશ્યામભાઇ રૈયાણી, શીવલાલ હપાણી, જે.ડી.સાવલીયા,રાજુભાઇ પરીખ, પ્રકાશભાઇ સેજલીયા, દીલીપભાઇ લાખાણી,કૌશીકભાઇ હપાણી,ચાંદ શીયાણી, ઘનશ્યામભાઇ હપાણી, રાકેશભાઇ હરસોડા,પ્રફુલ માંદલીયા, ધર્મેન્દ્રભભાઇ માંદલીયા,હરેશભાઇ બાવીસી સહિતના આગેવાનોના વરદહસ્તે વૃક્ષારોપણ કર્યુ હતુ.આ તકે લાયન્સ કલબ મેઇનના યુવા પ્રમુખ લા.ભરતભાઇ ચકરાણીએ જણાવ્યુ હતુ કે ચાલુ લાયન વર્ષ 2019-20 દરમ્યાન વિવિધ સેવાકીય પ્રવૃતીની સાથે સાથે વર્ષ દરમ્યાન કુલ 1100 વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે.« (Previous News)error: Content is protected !!