Main Menu

કર્ણાટકમાં ભાજપનું રાજ..?!! કોંગ્રેસ-જેડીએસનાં ૧૧ ધારાસભ્યોના રાજીનામા

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર ગંભીર સંકટમાં આવી ગઈ છે. જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારમાંથી ૧૧ ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારની ઓફિસે પહોંચીને પોતાના રાજીનામા સોંપી દૃીધા છે. આ ધારાસભ્યોમાં આઠ કોંગ્રેસ અને ત્રણ જેડીએસના છે. રાજીનામું આપવા પહોંચેલા રામિંલગા રેડ્ડી અને બીસી પાટિલનું નામ સામે આવી રહૃાું છે. કર્ણાટક સરકાર પર એવા સમયે આ મુશ્કેલી આવી પડી છે જ્યારે મુખ્યમંત્રી કુમારસ્વામી અમેરિકાના પ્રવાસ પર છે.
રાજીનામું આપવા પહોંચેલા કોંગ્રેસ ધારાસભ્ય રામિંલગા રેડ્ડીએ કહૃાું કે હું વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપવા માટે આવ્યો છું. હું મારી દૃીકરી અને કોંગ્રેસ ધારાસભ્ય વિશે કંઈ નથી જાણતો. તે એક સ્વતંત્ર મહિલા છે. હું પાર્ટી કે હાઈકમાન્ડ પર કોઈ પ્રકારના આરોપ નથી લગાવી રહૃાો. મને એવું લાગી રહૃાું છે કે છેલ્લા કેટલાક સમયથી મને નજરઅંદૃાજ કરવામાં આવી રહૃાો હતો. આ જ કારણસર મેં રાજીનામું આપ્યું છે.
રાજયના નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્ર્વર અને ડી કે શિવકુમારે બેંગલુરુમાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે. શિવકુમારે કહૃાું કે કોઈ રાજીનામું આપશે નહિ. હું આ ધારાસભ્યોને મળવા જઈ રહૃાો છું.
રાજીનામું આપનારાઓ ધારાસભ્યોની યાદૃીમાં બીસી પાટિલ, નારાયણ ગૌડા, શિવરામ હેબ્બર, મહેશ કુમાથલ્લી, ગોપાલૈયા, રમેશ જરકિહોલી અને પ્રતાપ ગૌડા પાટિલનો સમાવેશ થાય છે. વિધાનસભા સ્પીકર રમેશ કુમારે પણ ૧૧ ધારાસભ્યોનું રાજીનામાંની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે જણાવ્યું કે, હું મારી દૃીકરીને લેવા જવાનો હોવાથી ઘરે જવા નિકળ્યો હતો. મારી ઓફિસમાંથી મને ધારાસભ્યો રાજીનામા આપવા આવ્યા હોવાની માહિતી મળી હતી. મે ઓફિસમાં રાજીનામા મળ્યાની ખાતરી આપવા જણાવી દૃીધું છે. આવતીકાલે રજા હોવાથી હું ૧૧ ધારાસભ્યોને સોમવારે મળી શકીશ.


error: Content is protected !!