Main Menu

‘જનસંખ્યા વિસ્ફોટ: વસ્તીના મામલે ચીનને પણ પાછળ મુકી દૃેશે ભારત

ફક્ત આઠ વર્ષમાં ભારત વસ્તીમાં ચીનને પાછળ મુકી દૃેશે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭ સુધી ભારતની આબાદૃી દૃુનિયામાં સૌથી વધુ થઈ જશે. ત્યાં જ વર્ષ ૨૦૫૦ સુધી ચીનની વસ્તીમાં ૨.૨ ટકા એટલે કે લગભગ ૩.૧૪ કરોડની કમી નોંધવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિભાગના જનસંખ્યા પ્રભાગની તરફથી ‘વિશ્ર્વ જનસંખ્યા સંભાવનાઓ ૨૦૧૯: મુખ્ય વિશેષતાઓ શિર્ષકનો એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૫૦ સુધી વિશ્ર્વની વસ્તી બે અરબ વધીને ૭.૭ અરબથી ૯.૭ અરબ થઈ જશે.
આ રિપોર્ટ વૈશ્ર્વિક જનસંખ્યાકીય પેટર્ન અને સંભાવનાઓનો એક વ્યાપક અવલોકન પ્રદૃાન કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સદૃીના અંત સુધી દૃુનિયાની આબાદૃી લગભગ ૧૧ અરબની આસપાસ પહોંચી જશે. વર્ષ ૨૦૫૦ સુધી દૃુનિયાની વધતી વસ્તીનો ૫૦ ટકા વધારો ફક્ત ૯ દૃેશોમાં જ થશે. તેમાં વસ્તીના હિસાબથી ઘટતા ક્રમમાં ક્રમશ: ભારત, નાઈઝીરિયા, પાકિસ્તાન, કાંગો, આથિયોપિયા, તંજાનિયા, ઈન્ડોનેશિયા, મિસ્ત્ર અને અમેરિકાનો સમાવેશ થાય છે.
જ્યારે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દૃેશ બનવા જઈ રહૃાો છે. ત્યાં જ ચીન સહિત ધણા દૃેશની જનસંખ્યા સતત ઓછી થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ૨૦૧૦ બાદૃથી ૨૭ દૃેશો અથવા ક્ષેત્રોએ પોતાની વસ્તીના આકારમાં એક ટકા અથવા તેનાથી પણ વધુ ઘટાડો નોધ્યો છે. આ ઘટાડો પ્રજનન ક્ષમતાના નીચલા સ્તરના કારણે થઈ છે.
વર્ષ ૨૦૧૯ અને ૨૦૫૦ની વચ્ચે ૫૫ દૃેશો અથવા ક્ષેત્રોમાં વસ્તીમાં એક ટકા અથવા તેનાથી વધુ ઘટાકાનો અનુમાન છે. તેમાંથી ૨૬ દૃેશોમાં ઓછામાં ઓછા ૧૦ ટકાનો ઘટાડો જોવા મળી રહૃાો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માઈગ્રેશન અમુક દૃેશોમાં જમસંખ્યામાં પરિવર્તનનો એક મુખ્ય ઘટક બની ગયો છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૨૦ની વચ્ચે ૧૪ દૃેશો અથવા ક્ષેત્રોમાં ૧૦ લાખથી વધુ પ્રવાસિઓનું જવાનું રહેશે.


error: Content is protected !!