Main Menu

દુષ્કર્મની ઘટના બાદ અમરેલીમાં 17 હોટલોમાં પોલીસની 7 ટીમો ત્રાટકી

અમરેલીના ચર્ચીર્ત દુષ્કર્મ કેસ પછી અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાયની સીધી દેખરેખ હેઠળ એસઓજી,એલસીબી,સીટી પોલીસ સહિત સાત ટીમો અમરેલી શહેરની તમામ હોટલો ઉપર ત્રાટકી હતી અને ચેકીંગ કરાયું હતુ.
પોલીસ ટીમોના અચાનક ચેકીંગને કારણે અમરેલી શહેરની પોલીસ દ્વારા ચેક કરાયેલી 17 હોટલોમાંથી સાતેક જગ્યાએ તો મા બાપને ખબર ન હોય અને મોજ કરવા ગયા હોય તેવા અમરેલી શહેરના પુખ્ત ઉપરના યુવક યુવતીઓ મળી આવ્યા હતા જેની ઉમર પુરી હોય તેને સામાજીક રીતે અનૈતિક કામો ન કરવાની સમજણ અને વોનિર્ંગ આપી જવા દેવાયા હોવાનું જાણવા મળેલ છે. અમરેલી શહેરમાં વીક એન્ડમાં પહેલી જ વખત અચાનક પોલીસની ટીમો દ્વારા ચેકીંગ થતા અફડાતફડી મચી જવા પામી હતી અને શહેરમાં પોલીસની ચહેલપહેલ દેખાઇ હતી.



« (Previous News)



error: Content is protected !!