Main Menu

ગેંગરેપના ગુનામાં ખોટુ નામ આપનાર ઇમરાનને એક સંતાન પણ છે : જેલ હવાલે કરાયા

અમરેલીની 14 વર્ષની 9માં ધોરણની વિદ્યાર્થીર્નીને તેની બહનેપણીની સાથે ડેમના પાળે લઇ જઇ બળાત્કાર કરનારા મુખ્ય આરોપી ઇમુ ઉર્ફે ઇમરાન હનીફ સૈયદ (કાદરી)(ઉ.વ.25) રે. ખત્રીવાડ ધનજી ધોળાના નાકામાં ગઇકાલે ઝટપાયા બાદ તેની ઓળખપરેડ સહિતની કાનુની વિધિઓ બાદ આજે તેની કોર્ટ હવાલે કરાતા કોર્ટે તેની જેલ હવાલે કર્યો હતો.
પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, ગેંગરેપ કરી પોતાનુ નામ કિસન હોવાનુ જણાવનાર આરોપી ઇમરાન કાદરી સૈયદ પરણીત છે અને તેને એક સંતાન પણ છે તેને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.અને પોલીસની સઘન તપાસમાં એવી વિગતો પણ બહાર આવી હતી કે આરોપી આયન ઉર્ફ યાહીયા યુનુસના મોબાઇલમાં ભોગ બનનારની સાથે વિડીયો કલીપ અને ફોટા મળી આવ્યા હોય આઇટી એકટ તથા પોકસોની કલમનો ઉમેરો કરાયો છે અને આ બનાવના પાંચેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.



(Next News) »



error: Content is protected !!