Main Menu

કર-નાટક: બાગી ધારાસભ્યો ‘સુપ્રિમના શરણે,આજે સુનાવણી

કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહૃાું છે. રાજીનામું સ્વીકાર ન થતાં કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે . તેમણે સ્પીકર પર આરોપ લગાવ્યો છે કે તેઓ જાણી જોઈને વાર કરી રહૃાા છે. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, રમેશ કુમાર તેમના બંધારણીય કર્તવ્યોનું પાલન નથી કરી રહૃાા. તેઓ જાણી જોઈને રાજીનામું સ્વીકારવામાં વાર કરી રહૃાા છે. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી ગુરુવારે કરે તેવી શક્યતા છે.
મુંબઈના રેનિસંસ હોટલમાં રોકાયેલા કોંગ્રેસ અને જનતા દૃળ (સેક્યૂલર)ના ૧૦ બળવાઓર ધારાસભ્યોએ મુંબઈ પોલીસ કમિશ્ર્નરને પત્રમાં જણાવ્યું કે તેમના જીવને ખતરો છે. જેથી હોટલની બહાર સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી અને સીનિયર કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને નથી મળવા માંગતા. તો બીજી બાજુ કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ધમાચકડી છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી છે.
કર્ણટાકના નારાજ ધારાસભ્યોને મનાવવા મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ પહોંચેલા ‘સંકટમોચક ડી કે શિવકુમરાની મુંબઈ પોલીસે પાંચ કલાક બાદૃ ધરપકડ કરી છે. ચાલુ વરસાદૃમાં પણ હોટેલમાં રહેલા બળવાખોર ધારાસભ્યોને મળવાની જીદૃ પર અડગ રહેલા કર્ણાટકના નેતા ડી કે શિવકુમારની અટકાયત કરીને તેમને પોલીસ વેનમાં લઈ જવામાં આવ્યા હતા. આ સાથે કોંગ્રેસના નેતા મિિંલદૃ દૃેવરાની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે હોટલની બહાર કલમ ૧૪૪ લાગુ કરી દૃીધી છે.
બીજી તરફ ભાજપ નેતા બીએસ યેદિૃયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી. કર્ણાટક કમઠાણનું કેન્દ્ર હવે મુંબઈ બની ગયુ છે.
બીજી બાજુ જેડીએસ દ્વારા પણ બેંગલુરુમાં વિરોધ પ્રદૃર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદૃર્શનમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દૃેવેગૌડા પણ હાજર હતા. વિરોધ પ્રદૃર્શનના આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદૃ, સિદ્ધારમૈયા અને કે.સી. વેણુગોપાલ પણ સામેલ થયા હતા. પોલીસે વિરોધ પ્રદૃર્શન કરી રહેલા આ નેતાઓને અટકમાં લઈ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા સ્પીકર રમેશ કુમારે મંગળવારે ૧૩માંથી ૮ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. તેમણે કહૃાું કે, ૧૩માંથી ૮ રાજીનામા કાયદૃાકીય રીતે સાચા નથી. હું બંધારણ અંતર્ગત કામ કરીશ. જે પાંચ ધારાસભ્યોના રાજીનામા યોગ્ય છે તેમાંથી ૩ ધારાસભ્યોને ૧૨ જુલાઈ અને ૨ ધારાસભ્યોને ૧૫ જુલાઈએ મળવાનો સમય આપવામાં આવ્યો છે.
શિવકુમાર બાગી ધારાસભ્યોન્ો મળવા પહોંચ્યા ત્યારે ત્ોમણે કહૃાું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)આ ડ્રામાની પાછળ છે, પરંતુ તેમના માટે હું એકલો જ કાફી છું.
ડીકે.શિવકુમારે કહૃાું કે અહીં હું એકલો જ આવ્યો છું, મને કોઇના સપોર્ટની જરૂર નથી. દૃરેક લોકો જાણે છે કે આની પાછળ ભાજપ છે, પરંતુ ભાજપ માટે તેઓ એકલા જ કાફી છે. તેમણે કહૃાું કે તમામ ધારાસભ્ય મારા સંપર્કમાં છે, પરંતુ આ અંગે હું બેંગલુરૂમાં જ વાત કરીશ.






error: Content is protected !!