Main Menu

જમ્મુ કશ્મીરના ગામડાંના વિકાસ માટે ૩૭૦૦ કરોડ ફાળવાશે

કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરનાં ગામડાંના વિકાસ માટે ૩૭૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આઝાદૃી બાદૃ પહેલીવાર જમ્મુ કશ્મીરના ગામડાં માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોવાનો દૃાવો કરાયો હતો.
પહેલા બે હપ્તા દૃરેક ૧૫૦૦ કરોડના રહેશે. આ ૩૭૦૦ કરોડમાંથી ૧૮૫૦ કરોડ ગામડાંના વિકાસ માટે અલગ રહેશે. રાજ્યના ૪૦ હજાર સરપંચોને દૃરેકને ૭૦૦ કરોડ આપી દૃેવામાં આવ્યા છે. આઝાદૃી પછી પહેલીવાર કશ્મીર ખીણ વિસ્તારના સરપંચોને આટલી મોટી રકમ ગામડાંઓના વિકાસ માટે આપવામાં આવી હોવાનું કહેવાય છે.
આ રકમનો ઉપયોગ કેવી રીતે કયાં કાર્યોમાં કરવાનો છે એનું માર્ગદૃર્શન સરપંચોને આપવા માટે રાજ્યના કેટલાક ટોચના સનદૃી અમલદૃારો ખીણ વિસ્તારનો પ્રવાસ કરી ચૂક્યા છે એમ પણ જણાવાયું હતું. રાજ્યના ટીનેજર્સની બેકારી દૃૂર કરવા અને રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ રૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.


error: Content is protected !!