Main Menu

‘તેરે નામ-૨માં ફરી રાધેના રૂપમાં સલમાન ખાન ચમકશે

સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામને રિલીઝ થયાના લગભગ ૧૫ વર્ષ થઈ ગયા છે. ફિલ્મોમાં સામાન્ય રીતે હેપ્પી એન્ડિંગ જોવાનું વધુ પસંદૃ આવે છે, પરંતુ સલમાનની તેરે નામ ફિલ્મનું એન્ડિંગ કંઈક અલગ જ હતુ. તેરે નામનો એન્ડિંગ ખુબ દૃુખ ભર્યો જોવા મળ્યો હતો, જો કે તે ફિલ્મ બાદૃ સલમાનની હેર સ્ટાઈલ ખૂબ જ પોપ્યુલર થઈ હતી અને મોટાભાગના યુવાનો તેરે નામનાં રાધે જેવા દૃેખાવા માંગતા હતા.
ફિલ્મના ડિરેક્ટર સીતશ કૌશિક, ‘તેરે નામની રીમેક બનાવવાની તૈયારી કરી રહૃાા છે. સૂત્રો મુજબ, સતીશ કૌશિકે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મને ખબર છે કે લોકો તેરે નામનાં બીજા પાર્ટની રાહ જોઈ રહૃાા છે. પરંતુ મેં આ અંગે હજુ સલમાન સાથે કોઈ વાત કરી નથી. હાલ સલમાનની સાથે મારી જોડી ‘કાગઝ ફિલ્મ સુધી જ છે.
વધુમાં સતીશ કૌશિકે કહૃાું હતું કે- આ ફિલ્મ મારા દિૃલની ખૂબ જ નજીક છે. હું સલમાનનો આભારી છું કે તેણે મારા વિઝનને સપોર્ટ કર્યો. તેરે નામ બાદૃ હું તેની સાથે કોઈ ફિલ્મ ન બનાવી શક્યો. મને ખુશી છે કે, અમે ફરી એકવાર સાથે કામ કરી રહૃાા છીએ.






error: Content is protected !!