Main Menu

’એનાબેલ કમ્સ હોમ’માં હોરર સીનને જોતા થિયેટરમાં જ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું

તાજેતરમાં સિનેમામાં હોલિવૂડ ફિલ્મ એનાબેલ કમ્સ હોમ છવાઈ છે. આ ફિલ્મ દૃુનિયાભરમાં ખુબ પ્રચલિત થતી જઈ રહી છે. ફિલ્મ એટલી હોરર છે કે તેનાથી એક વૃદ્ધનું મૃત્યુ થયું છે.
સૂત્રો મુજબ ૭૭ વર્ષના વૃદ્ધ ફિલ્મના હોરર સિનને જોતા થિયેટરમાં જ તેમનું મૃત્યું નિપજ્યું હતુ. જાણવા મળી રહૃાું છે કે, ૭૭ વર્ષનો તે વૃદ્ધ બ્રિટિશનો નિવાસી હતો. તે થાઈલેન્ડમાં મુસાફરી કરવા માટે આવ્યો હતો. થાઈલેન્ડ મુસાફરી કરવા આવેલા તે વૃદ્ધ હોલિવૂડમા નવુ આવેલું હોરર મૂવી એનાબેલ કમ્સ હોમ જોવા ગયો હતો. પણ કોને ખબર હતી કે આ ફિલ્મ તેની છેલ્લી ફિલ્મ બની જશે.
કોઈને જાણ નથી કે ફિલ્મ દૃરમિયાન તે વૃદ્ધનું મૃત્યું કઈ રીતે થયું. સ્થાનીય પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરી દૃેવામાં આવી છે. આ ઘટના બાદૃ તે મૃત્યુ પામેલા નાગરિકની બાજુમાં બેઠેલી મહિલા હજી સદૃમામાં છે. જો કે, આ વાતની હજી પૃષ્ઠી નથી થઈ કે એનાબેલ મૂવીનાં કારણે તે નાગરિકનું મૃત્યું નિપજ્યું છે. કે તેને કોઈ પ્રકારની બિમારી હતી.






error: Content is protected !!