Main Menu

ન્યૂયોર્કથી પરત ફરતા બોલી મલાઈકા, ’અંગત લાઈફમાં ઘણી જ ખુશ છું’

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા આજકાલ ચર્ચામાં છે. હાલમાં જ તેણે અર્જુન કપૂર સાથે ન્યૂયોર્કમાં વેકેશન મનાવ્યું હતું અને અર્જુન કપૂર સાથેના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. મલાઈકાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંબંધો પર વાત કરી હતી.
મલાઈકાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેનો ચહેરો આટલો કેમ ચમકે છે? તો તેણે જવાબ આપ્યો હતો કે તે પ્રોફેશનલ તથા અંગત જીવનમાં ઘણી જ ખુશ છે અને તેની જ અસર તેના ચહેરા પર જોઈ શકાય છે. વધુમાં મલાઈકાએ કહૃાું હતું કે તેને લાગે છે કે આ ચમક જ્યારે વ્યક્તિ માનસિક, શારીરિક તથા ભાવનાત્મક રીતે એક સારી જગ્યાએ હોય ત્યારે આવે છે.
મલાઈકાએ ઉમેર્યું હતું કે યોગ તથા મેડિટેશનને કારણે આ શક્ય બન્યું છે. યોગે તેના જીવનને સમજણ તથા દિૃશા આપી છે.






error: Content is protected !!