Main Menu

મોદૃી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: ૩૧૨ બેદૃરકાર કર્મચારીને છુટા કર્યા

(જી.એન.એસ)ન્યુ દિૃલ્હી,તા.૧૦
મોદૃી સરકારે કેન્દ્ર સરકારને આધિન બેદૃરકાર ૩૧૨ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા નોકરી પરથી છુટ્ટા કરી દૃીધા છે. સરકારે આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નિવૃત કરી દૃીધા છે. જેમાં કેટલાક સીનિયર અધિકારી, જ્યોન્ટ સેક્રેટરી સ્તરના કર્મચારીઓને છુટ્ટા કરાયા છે. સરકારે ગ્રુપ મ્ના ૧૮૭ અને ગ્રુપ છના ૧૨૫ અધિકારીને નિવૃત જાહેર કર્યા છે.
સૂત્રોના આધાર પર એવું જાણવા મળ્યુ છે કે, અધિકારીઓ પર આ કડક કાર્યવાહી તેમની બેઈમાની અને બેદૃરકારીના કારણે કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪ના જુલાઇ મહિનાથી ૨૦૧૯ના મે મહિના સુધી ગ્રુપ છના કુલ ૩૬,૦૦૦ અને ગ્રુપ મ્ના ૮૨,૦૦૦ અધિકારીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ગ્રુપ છના ૧૨૫ અને ગ્રુપ મ્ના ૧૮૭ કર્મચારીની કાર્યશૈલી પર શંકાની સોઇ અટકી હતી.
આ મુદ્દા પર સરકારે ખુલાસો આપ્યો કે, હાલના અનુશાસનના નિયમ અનુસાર સરકાર પાસે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર છે. સરકાર પાસે પૂર્ણ અધિકાર છે કે, તે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે મૂળભૂત જોગવાઇના નિયમ (એએફઆર) ૫૬ (દ્ઘ) (ૈ), કેન્દ્યિ સિવિલ સર્વિસ એકટ ૪૮, પેન્શન નિયમ ૧૯૭૨ અને સિવિલ સેવા નિયમ ૧૬ (૩)ના હેઠળ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકે છે. આ નિયમ સરકારની સેવાઓની થોડા-થોડા સમયે મૂલ્યાંકન અને સમય પહેલા સેવાનિવૃત્તિની નીતિઓ નક્કી કરે છે.
અગાઉ પણ યૂપીમાં યોગી આદિૃત્યનાથની સરકારે ઝીરો ટોલેરેન્સની નીતિના આધારે ૬૦૦ અર્ધ કર્મચારી અને ૨૦૦ વધુ વયના કર્મચારીને નિવૃત્ત કર્યા હતા. જયારે ૪૦૦ કર્મચારીને દૃંડ ફટકાર્યો હતો.


error: Content is protected !!