Main Menu

દૃુબઈમાં કાર ગંદી રાખવા પર મ્યુનિ. રૂ. ૧૦,૦૦૦ સુધીનો દંડ ફટકારશે!

દૃુબઈમાં હવે જાહેર પાર્કિંગમાં લાંબા સમય સુધી મેલી કાર રાખવા બદૃલ શહેરીજનોને રૂ. ૧૦ હજાર (૫૦૦ દિૃરહામ) સુધીનો દૃંડ ફટકારવાનો નિર્ણય સત્તાધીશોએ લીધો છે. એક અહેવાલ મુજબ દૃુબઈ શહેરની શોભાને ધ્યાનમાં રાખીને આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
દૃુબઈ મ્યુનિસિપાલિટીએ જણાવ્યું હતું કે જાહેર પાર્કિંગ સ્થળો પર લાંબા સમયથી કાર પડી રહેશે અને જો તેની સાફ-સફાઈ નહીં કરવામાં આવે તો આવા કાર માલિકોને દૃંડ ફટકારવામાં આવશે. જાહેરમાં ગંદૃી કારના ખડકલાથી શહેરની શોભા ખરડાતી હોવાથી કાર માલિકને ૫૦૦ દિૃરહામ સુધીનો દૃંડ કરાશે તેમ દૃુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું. દૃુબઈમાં થોડા ઉનાળાની રજાઓમાં લોકો જાહેર સ્થળે કાર પાર્ક કરીને બહારગામ જતા રહેતા હોવાથી આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે.
કાર માલિકોએ તેમની કાર પાર્ક કરી હોય ત્યાં નિયમિત તેની સાફ-સફાઈની પણ કાળજી રાખવી પડશે તેમ દૃુબઈ મ્યુનિસિપાલિટીએ જણાવ્યું હતું. જો મ્યુનિ. અધિકારીને પાર્કિંગ સ્થળે આવી કાર મળી આવશે જેની સાફ-સફાઈ ના થઈ હોય અથવા તેની જાળવણી યોગ્ય રીતે ના રખાઈ હોય તો આવી કાર ઉપર ચેતવણી નોટિસનું સ્ટિકલ લગાવવામાં આવશે. આ નોટિસ મળ્યાના ૧૫ દિૃવસમાં કાર માલિકે કારનો રખરખાવ કરવો પડશે અને તેને વોશ કરવી પડશે અન્યથા તેને દૃંડ ફટાકરવામાં આવશે તેમ સત્તાધીશોએ જણાવ્યું હતું.






error: Content is protected !!