Main Menu

દરિયાઇ સુરક્ષા વધારવા આઈજીપી કોસ્ટલ સિક્યુરીટીની જગ્યાને અપગ્રેડ કરાઇ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિૃપિંસહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યના ૧૬૦૦ કિ.મી. દૃરિયા કિનારાની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા માટે તથા દૃરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની શંકાસ્પદૃ હેરાફેરી ન થાય તેને રોકવા માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. દૃરિયાઇ સુરક્ષાનું સીધુ માોનીટરીંગ હવે એડીશ્ર્નલ ડી.જી.પી. અને ડી.જી.પી. કક્ષાના અધિકારીના સીધા મોનીટરીંગ હેઠળ દૃેખરેખ રખાશે.
જાડેજાએ ઉમેર્યું કે, દૃરિયાકાઠે કોઇપણ જાતના અસામાજીક તત્વો ઘુસી ન જાય તથા કોઇપણ પ્રકારનું અપકૃત્ય ન કરે તે માટે આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેમણે ઉમેર્યું કે દૃરિયાઇ કામગીરીના સુપરવિઝન માટે આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીની તમામ કામગીરી એડી.જી.પી./ડી.જી.પી. મરીનને સોંપાશે.
તેમણે ઉમેર્યું કે હાલની આઈજીપી/એટીએસ/આઈજી મરીન ટાસ્ક ફોર્સ અને આઈજીપી કોસ્ટલ સીક્યુરીટીની જગ્યાઓ પણ એડી.જી.પી./ડી.જી.પી.નું સીધું નિયંત્રણ રહેશે. એડી.જી.પી.નું નામાભિધાન પણ બદૃલીને હવે એ.ટી.એસ. કોસ્ટલ સીક્યુરીટી રખાશે. તથા આઇ.જી.પી. મરીને ટાસ્ક ફોર્સનું નામ પણ બદૃલીને હવે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય મથક અમદૃાવાદૃ ખાતે રહેશે. જે સીધા એડી.જી.પી./ડી.જી.પી.  એટીએસ અને કોસ્ટલ સીક્યુરીટીના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરશે.


error: Content is protected !!