Main Menu

અમરેલીમાં પોલીસને હાઇટેક ટેકનોલોજીથી સજજ કરાશે : ગુનેગારોની માહીતી ચપટીમાં મળી જશ

અમરેલી જિલ્લામાં લુખ્ખાઓને કાયદાનુ ભાન કરાવનાર અને લોકોમાં પોલીસ ઉપરનો વિશ્ર્વાસ ફરી સ્થાપિત કરનાર અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધ્ાુ સુદ્વઢ બનાવવા માટે અમરેલી પોલીસને હાઇટેક ટેકનોલોજીથી સજજ કરાશે કરાઇ રહી છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહીતી પ્રમાણે અમરેલી જિલ્લામાં અસંખ્ય ગુનેગારો જેલમાંથી છુટીને કે જામીન ઉપર છુટીને રખડતા હોય છે. અને ઘણા ગુનેગારો ગુનો કરવા માટેની ફીરાકમાં હોય છે જો આવા સમયે પોલીસ તે શુ કરે છે તેની ઉપર નજર રાખે અને તેને ચકાસે તો પોલીસની નજરથી ડરી ગુનેગાર ગુનો કરતા પહેલા સો વખત વિચાર કરે અને કાયદામાં પણ એવી જોગવાઇ હોય છે કે પોલીસે પોત પોતાના વિસ્તારના ગુનેગારને સમયાંતરે ચકાસવા જોઇએ પણ ઘણી જગ્યાએ પોલીસ દ્વારા ઉપરી અધિકારીને એવો રિર્પોર્ટ કરાતો હોય છે કે અમે ગુનેગારને ચકાસી લીધો છે અને વાત પુરી થઇ જતી પણ અમરેલીમાં એસપી શ્રી નિર્લિપ્ત રાયે આનો ઉકેલ શોધ્યો છે.
જાણવા મળતી માહીતી અનુસાર એક એવો સોફટવેર ગણત્રીના સમયમાં કાર્યરત થશે કે જેમા જીપીઆરએસથી ગુનેગાર કયાં છે અને તેને પોલીસે ચેક કર્યો હોય તો તેનો લેટેસ્ટ ફોટો અપડેટ થઇ એસપી પાસે તરત જ બ્લીંક થશે અને તેને જાણ થઇ જશે કે પોલીસે ફલાણા ગુનેગારન ેતપાસ્યો છે અને તેનું હાલનું લોકેશન આ છે અને તેની તાજી તસવીર આ છે આમ ગુનેગારોની માહીતી ચપટીમાં મળી જશે.
આ ઉપરાંત પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાના માળખાને સુધારવા શ્રેણીબધ્ધ પગલાઓ લેવાઇ રહયા છે પોલીસ ગુનેગારને ખરેખર શોધી અને ચકાસે કે નહી તેની તો એસપીને ખબર પડી જશે પણ સાથે સાથે અમરેલી જિલ્લાના તમામ 21 પોલીસ સ્ટેશનની ફરિયાદો અને કાર્યવાહીનું લાઇવ સંકલન પણ એક આધ્ાુનિક સોફટવેર દ્વારા કરાનાર છે.અત્યારે જિલ્લાના 21 પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનો દાખલ થાય કે પોલીસ દ્વારા થયેલી કાયર્વાહીને મેન્યુઅલી અમરેલી પહોંચાડાતી હતી પણ હવે એક જ સોફટવેરમાં જે તે પોલીસ સ્ટેશન સીધી એન્ટ્રી કરશે અને તે સીધી અમરેલીમાં એસપીશ્રી સમક્ષ દેખાશે.
આમાં એક બીજી પણ સુંદર સગવડ હોવાનું જાણવા મળેલ છે દાખલા તરીકે સીપીઆઇના કાર્યક્ષેત્રમાં ત્રણ પોલીસ સ્ટેશન આવતા હોય તો તેને ત્રણેય પોલીસ સ્ટેશનની વિગત મળી જશે આજ રીતે જે તે ડીવીઝનના ડીવાયએસપીને પણ તેની હુકુમતમાં આવતા પોલીસ સ્ટેશનની ઓનલાઇન કાર્યવાહી તરત જ દેખાશે.જયારે અમરેલીમાં એસપીને આખા જિલ્લાની માહીતી દેખાશે જેના કારણે પોલીસની કામગીરી એકદમ સરળ બની જશે અને પોલીસ સ્ટેશનમાં થતી કે સંકેલાઇ જતી કાર્યવાહીની સીધી એક જ માધ્યમથી અમરેલી જાણ થઇ જશે. અને તેને સીધી ભાવનગર આઇજી કચેરીએ અપડેટ કરાશે.
આમ અમરેલી જિલ્લામાં ગુનેગારોને સીધાદોર કરી લોકોનો કાયદા અને પોલીસ ઉપર વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરનાર એસપી શ્રી દ્વારા કાયદો અને વ્યવસ્થા વધારે અસરકારક બનાવવા અને અમરેલી જિલ્લામાં અપરાધીઓને કોઇ છાવરે નહી તેના માટે અને જિલ્લામાં સુધારો આવે તેના માટે અનેક પગલાઓ લેવાઇ રહયા છે.



« (Previous News)



error: Content is protected !!