Main Menu

ભાજપનું વધતું કદૃ લોકતંત્ર માટે ખતરો: સુબ્રમણ્યમ્ સ્વામીનો ધડાકો

ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટીના વધતા જનાધારને લોકતંત્ર માટે ખતરો કરાર કર્યો છે. તેઓએ ભાજપના વધતા કદૃને લઈને કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીને ચેતવ્યા છે. પોતાની જ પાર્ટી પર સવાલ કરતાં તેઓએ ટ્વિટ પર લખ્યું કે, ગોવા અને કર્ણાટકને જોયા બાદૃ મને લાગે છે કે જો અમે એક જ પાર્ટીના રૂપમાં ભાજપની સાથે રહી ગયા તો દૃેશનું લોકતંત્ર નબળું થઈ જશે.
સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વિટ દ્વારા, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને રાષ્ટ્રવાદૃી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને સલાહ આપતાં કહૃાું કે, વિપક્ષ, ઇટાલિયન્સ અને સંતાનને પાર્ટીથી હટાવવા માટે કહો. મમતા ત્યારબાદૃ એકજૂથ કોંગ્રેસની અધ્યક્ષ બને. એનસીપીનો પણ કોંગ્રેસમાં વિલય કરવો જોઈએ.
સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદૃન એવા સમયે આવ્યું છે જ્યારે કર્ણાટકમાં કુમારસ્વામીની જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન પર ખતરો ઊભો થયો છે અને ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે, ગોવામાં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો ભાજપમાં સોમલ થયા બાદૃ કોંગ્રેસની પાસે માત્ર પાંચ ધારાસભ્ય બચ્યા છે. એવી જ રીતે કર્ણાટકમાં કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ૩ ધારાસભ્યોના રાજીનામા બાદૃ કુમારસ્વામી સરકાર પર સંકટના વાદૃળ છવાયેલા છે. કર્ણાટકમાં જો વિધાનસભા સ્પીકરે આ તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરી લીધા તો ભાજપની પાસે કર્ણાટકમાં સત્તા મેળવવાની તક મળશે.
કર્ણાટક અને ગોવામાં જે પ્રકારે રાજકીય સમીકરણ બદૃલાયા છે, ત્યારબાદૃ કોંગ્રેસે ભાજપને તેના માટે જવાબદૃાર ઠેરવ્યું છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદૃે ભાજપ અને તેના નેતાઓ પર બંધારણની િંચતા ન કરવાનો આરોપ લગાવ્યો છે.


error: Content is protected !!