Main Menu

૪૨ની ઉંમરે પૂજા બત્રા બોલિવૂડનાં વિલન નવાબ શાહને પરણી

એક સમયે બોલિવૂડની ટોપની એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ થનારી પૂજા બત્રાએ ગુપચુપ લગ્ન કરી લીધા છે. તેણે ૪૨ની ઉંમરે લગ્ન કર્યા ચે. ગત ઘણાં સમયથી તેનાં અફેરની ચર્ચાઓ ખુબજ ચાલી હતી. પણ કોઇને તે અંદૃાજ ન હતો કે તે અચાનક જ લગ્ન કરી લેશે. પજાએ જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તે બોલિવૂડનો જોણીતો એક્ટર વિલન છે. ઘણી ફિલ્મોમાં તે મહત્વનાં રોલમાં નજર આવ્યો છે. જી હાં અમે વાત કરી રહૃાાં છીએ નવાબ શાહની. જોકે આપને જણાવી દૃઇએ કે આ બંનેનાં લગ્નની વાતો સુત્રો તરફથી જ સામે આવી રહી છે આ લગ્ન અંગે બંનેમાંથી કોઇએ અધિકૃત જાહેરાત કરી નથી.
આ બંને સોશિયલ મીડિયા પર તેમની પ્રેમભરી તસવીરો શેર કરતાં રહે છે. જ્યારથી બંનેની એક તસવીર સામે આવી છે ત્યારથી તેમનાં લગ્નની વાતોએ જોર પકડ્યું છે.
આ તસવીરમાં પૂજાનાં હાથમાં લાલ ચૂડો નજર આવે છે અને નવાબ અને પૂજા બંનેનાં હાથમાં વેિંડગ િંરગ નજર આવી રહી છે. એક તસવીર નવાબે શેર કરી છે. તો એક વીડિયોમાં પૂજા લાલ ચૂડામાં નજર આવે છે જે વીડિયો નવાબે ઉતાર્યો છે. આ વીડિયો પૂજાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. એન્ટરટેઇન્મેન્ટ પોર્ટલ સ્પોટબોયે દૃાવો કર્યો છે કે આ સુપરહોટ કપલે ગુપચુપ લગ્ન કરી લીધા છે.






error: Content is protected !!