Main Menu

અમરેલી જિલ્લામાં વરૂણદેવને રીઝવવા ઠેર ઠેર ધ્ાૂનનો આશરો લેવાયા

અમરેલી/બગસરા,અનીડા,અમરેલી જિલ્લામાં મૃગશિર્ષ જેવા સારા નક્ષત્રમાં ભીમ અગિયારસ જેવી શુકનવંતી વાવણી થયા બાદ વરસાદ ખેંચાતા અને પવન સાથે તડકો નિકળતા ઉભો થઇ રહેલ પાકના છોડ સુકાઇ જાય તેવી સ્થિતીએ સૌના જીવ ઉચા કરી દીધા છે બગસરાના ધારીના લીલીયાના ગામોએ ધ્ાુન કરી છે તો રાજુલાએ બંધ પાળી પરંપરાગત હવન કર્યો છે આજે વડિયાના સુર્ય પ્રતાપગઢમાં ગામ સમસ્તની મહીલાઓ દ્વારા અખંડ રામધ્ાુન શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ બગસરાના હાલરીયા-હુલરીયા ગામના ખેડુતોએ એક આવેદન પાત્ર પાઠવીને જણાવેલ છે કે, હાલ ચોમાસાની ૠતુ હોય ખેતીની જમીનમાં જે તે પાકોનું વાવેતર કરેલ છે.સરકારશ્રીના નિયમ મુજબ પાકવિમો પણ ભરપાઇ કરી આપેલ છે.અમારા વિસ્તારમાં છેલ્લા 40 દિવસથી ખરીફ પાકોનું વાવેતર કરેલ તે સુકાઇને સદંતર નિષ્ફળ થઇ ગયેલ છે. અમારા પરીવારને માલ ઢોરનો નિભાવ કરવો મુશ્કેલ પડે તેમ છે.જો આ પરિસ્થિતીમાં સરકારશ્રી દ્વારા કોઇ તાત્કાલીક પગલા નહી લેવામાં આવે તો ઘણા ખેડુતોને સહપરીવાર સાથે આત્મહત્યા કરવાની ફરજ પડે તેમ છે.જેથી તાત્કાલીક ધોરણે અમારા બન્ને ગામોની જમીનોનો સર્વે કરી અમોને તેમનું તાત્કાલીક વળતર આપવા માંગ કરી છે.અમરા ગામોમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ર્ન છે.હાલ પીવાના પાણીનો કોઇ સ્ત્રોત ન હોય જેથી તાત્કાલીક ધોરણે પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ કરવા માંગ કરવામાં આવી છે.



« (Previous News)



error: Content is protected !!