Main Menu

સમાજ માટે જીવન સમર્પિત કરનાર સાચા ગુરૂજી શ્રી બી.એલ. હિરપરાનું પુજન કરી સન્માનીત કરતા શ્રી ભરતભાઇ ચૌહાણ

સમાજમાં હાલના તબકકે ભીન્ન ભીન્ન પ્રકારના ગુરૂ જોવા મળે છે એક જે સંસાર ત્યજી ભગવા પહેરી આશ્રમ બનાવીને કેં મંદિરમાં રહેતા હોય અને બીજા વિદ્યાગુરૂ કે જે બાળકનું ઘડતર કરતા હોય છે પણ આ સૌમાં અનોખા હોય છેે સંસારી ગુરૂ કે જેનું જીવન પોતાના મોક્ષ માટે કે પોતાની અર્થપ્રાપ્તી માટે નહી પણ કોઇકના માટે હોય અને માનવને ઇશ્ર્વરીય બનાવે તેવા કર્મ તરફ દોરી જાય એ જ સાચા ગુરૂ કહેવાય છે દિવો લઇને પણ શોધો તો આવા ગુરૂજી કોક જ ભાગ્યશાળીને મળે આવા જ એક ગુરૂજી અમરેલીમાં વિદ્યમાન છે અને એ છે અમરેલીની નૂતન હાઇસ્કૂલના નિવૃત શિક્ષક શ્રી બી.એલ. હિરપરા. અને આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સાચા ગુરૂજી એવા શ્રી હિરપરાનું અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણે પુજન કરી અને તેનો આદરભર્યો સત્કાર કર્યો હતો.
અમરલીની નૂતન હાઇસ્કૂલના નિવૃત શિક્ષક એવા શ્રી હિરપરાનો દિકરા કિરીટભાઇ પરિવાર સાથે અમદાવાદ રહે છે અને દિકરીને સાસરે વળાવી છે જયારે જીવનસંગીની મોટા ગામતરે ચાલ્યા ગયા છે ત્યારે સ્વભાવીકજ એકલા માવતર દિકરા કે દિકરી સાથે રહેતા હોય પણ શ્રી હિરપરાએ જેના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી જેવા ધ્ાુરંંધર છે તેવા અમરેલીના લેઉવા પટેલ કન્યા છાત્રાલયની 475 દિકરીઓની જવાબદારી સંભાળી છે આ સંસ્થાના તેઓ મંત્રી છે અને અહી ભણતી દિકરીઓમાં તે પોતાની દિકરીનું પ્રતિબિંબ જોવે છે જયારે પટેલ વિદ્યાર્થી આશ્રમમાં ભણતા દિકરાઓમાં તેને પોતાનો દિકરો દેખાય છે અને તે તેની દેખરેખમાં વ્યસ્ત રહે છે.માત્ર દિકરી-દિકરાઓની સંભાળ ઉપરાંત શ્રી હિરપરા બીજા પણ મહત્વના કામમાં વ્યસ્ત હોય છે તેઓ નાતજાતના વાડાથી પર દરેક સમાજના સમાજ ઉત્થાનના કાર્યમાં રસ લઇ તેને ઉતેજન આપે છે તેના માટે પરજીયા સોની સમાજ રાજકોટ મહામંડળ તથા અમરેલી પરજીયા સોની સમાજે તેમનું સન્માન કરી તેની આ ઉદાત ભાવનાની બિરદાવી હતી નાના સાથે નાના અને મોટા સાથે મોટા એવા શ્રી હિરપરા પોતાના તમામ સમયનો સદઉપયોગ કરે છે તેઓ સહકારી ક્ષેત્રે પણ સક્રિય છે અમરેલી જિલ્લા બેન્કની એકઝીકયુટીવ કમીટીના મેમ્બર છે, જિલ્લા સંઘના ડાયરેકટર પણ છે અને અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના પણ સિનિયર ડાયરેકટર છે. આજે ગુરૂપૂર્ણિમાનાં પાવન અવસરે અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણે સમાજ માટે ઉદાહરણરૂપ એવા સાચા અર્થમાં ગુરૂજી એવા શ્રી હિરપરાનું અક્ષત કંકુનું તિલક કરી અને પુષ્પહારથી આદરભર્યુ સન્માન કર્યુ હતુ આ પ્રસંગે ખ્યાતનામ આર્કીેટેક શ્રી કિશોરભાઇ જાની, શ્રી ધીરૂભભાઇ જગડા અને શ્રી દિલીપભાઇ ભટ્ટ સાથેની તસવીરમાં નજરે પડે છે.






error: Content is protected !!