Main Menu

અમરેલીમાં ડો.બી.ડી. કાકડીયાની સ્મૃતિમાં વિવિધ સ્પર્ધા,વૃક્ષારોપણ-ઇનામ વિતરણ કાર્યક્રમો યોજાયા

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા સ્વ..ડો. ભીખુભાઇ ડી. કાકડીયા સ્મૃૃતિ ટ્રસ્ટ તથા ગુજરાત યુવક બોર્ડ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર અમરેલીના સંયુકત ઉપક્રમે અમરેલીમાં લાયન્સ કલબના પ્રણેતા ડો.બી.ડી. કાકડીયાની 19 મી પુણ્યતિથી નિમિતે તા.15/7/2019 ને સોમવારે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રીકર્મયોગી સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતિ વિદ્યામંદિર જેશીંગપરા અમરેલીમાં ચિત્ર સ્પર્ધા,રંગપુરણી સ્પર્ધાનું વિશિષ્ટ આયોજન કરવામા આવેલ હતું. જેમાં દરેક કક્ષામાં વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રો તથા ઇનામથી પુરસ્કૃત કરવામાં અવેલ હતા.કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સરસ્વતિ વિદ્યામંદિરના પ્રધાનચાર્ય વર્ષાબેન વ્યાસના સ્વાગત ઉદબોધન બાદ લાયન્સ કલબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટર 3232 જેના ડિસ્ટ્રીકટ ચેરપર્સન લાયન અશ્ર્વિનભાઇ ડોડીયાના વરદહસ્તે દિપ પ્રાગટય કરવામા આવેલ.ત્યારબાદ લાયન પ્રા.એમ.એમ.પટેલ,ઇન્ડિયન મેડીકલ એસોસિયેશન અમરેલી શાખાના પ્રમુખ ડો.જી.જે ગજેરા ગુજરાત રાજય યુવક બોર્ડના અમરેલી તાલુકા સંયોજક અમિતભાઇ મકવાણા,મનસુખભાઇ જે.રૈયાણી વિગેરે સ્વ..ડો.બી.ડી. કાકડીયાની સેવાકીય પ્રવૃતિઓને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કવેલ હતી.તેમજ સમાજ અને રાષ્ટ્ર ઘડતર કરનારી તેમજ આધ્ાુનિક શિક્ષણ અને તાલીમ આપતી શ્રી સરસ્વતિ વિદ્યામંદિરને બિરદાવેલ હતી.સંસ્થાના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક,સંસ્કાર અને જીવન ઘડતરમાં અમુલ્ય સેવા આપનાર આચાર્યની કામગીરી પ્રસંશા કરેલ હતી.કાર્યક્રમના અંતે સહપ્રધાનચાર્ય પ્રવિણભાઇ કથીરીયાએ આભાર વિધિ કરેલ હતી.કાર્યક્રમનું સંચાલન પ્રધાનચાર્ય ક્રિષ્નાાબેન આચાર્યએ સંભાળેલ હતું.કાર્યક્રમ બાદ વૃક્ષારોપણનું આયોજન કરેલ હતું અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું જતન કરવાના શપથ લીધા હતા.કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ અમરેલી(સીટી)ના પ્રમુખ લાયન પ્રા.મહેશભાઇ એમ.પટેલ,સેક્રેટરી લાયન ભગવાનભાઇ કાબરીયા,ટ્રઝર લાયન મનોજભાઇ કાનાણી,આચાર્ય રાહુલભાઇ સરવૈયા,હાર્દિકભાઇ બાવળીયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.






error: Content is protected !!