Main Menu

ખાંભાના નાનુડી નજીક લાપાળા ડુંગર ધાર ઉપર લોખંડ ભરેલ ટ્રેકટર પલ્ટી ગયું

સ્ટેટ હાઇવે 90 ખાંભા ચલાલા ઉપર નાનુડી ગામ નજીક લાપાળા ડુંગરના ઢાળમાં. બેફામ સ્પીડે નીકળેલા ટ્રેકટર ચાલકે ટ્રેકટર ફ્રી કરતા અને મોબાઇલમાં વ્યસ્તતાના કારણે સ્ટેેરીંગ પરનો કાબુ ગુમાવતા. ટ્રેકટર પલટી મારતા લોખંડ ભરેલ ટ્રોલી રોડ વચ્ચે આડી પડતા લોખંડના સળીયાઓ રોડ ઉપર પથરાઇ જતા ઘડીભર ટ્રાફીક જામ થતા. ત્યાંંથી પસાર થતા ભીખુભાઇ બાટાવાળાએ ખાંભા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક કલીયર કરાવેલ. અકસ્માતના સમયે ઓછો ટ્રાફીક હોવાથી ગંભીર સમસ્યા ઉભી થયેલ નહી.જોકે ઇંગોરાળા બાજુથી નાનુડી આવતા લોખંડ ભરેલ ટ્રેકટર પલટી મારતા સમયે. ત્રણ મોટર સાઇકલ સવારોએ સમય સુચકતાના કારણે અકસ્માતનો ભોગ બનતા રહી ગયેલ.બરોબર ટ્રેકટર પલટી મારવાના સમયે રોડ ઉપરથી પસાર થયેલ ફોર વ્હીલને ઘસરકો થતા સ્પીડથી નીકળી જતા ગંભીર અકસ્માત બનતો અટકી ગયો હતો.






error: Content is protected !!