Main Menu

હું અને કાર્તિક ઘણા કુલ છીએ: ક્રૃતિ સેનન

લુકા છુપી ફેમ કાર્તિક આર્યન અને કૃતિ સેનન એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે છે. રિયલ િંજદૃગીમાં પણ બંનેના સારા સંબંધ જ જોવા મળ્યા છે. જોકે બંને વચ્ચે થોડા દિૃવસ પહેલા અનબનના સમાચાર સામે આવ્યા હતા. રિપોર્ટસ્ અનુસાર લુકા છૂપીની સફળતાની ક્રેડિટ કાર્તિકને મળવાના કારણે એક્ટ્રેસ તેના કો-સ્ટારથી નારાજ છે.
જોકે કાર્તિકે આ વાતને અફવા કહી છે. તેણે કહૃાું કે બંને વચ્ચે કોઈ નારાજગી હતી જ નહીં. હવે એક્ટ્રેસે પણ આ વાત પર સ્પષ્ટતા કરી છે. એક એન્ટરટેનમેન્ટ વેબ સાઈટ સાથેના ઈન્ટરવ્યૂમાં કૃતિએ જણાવ્યું કે અમારી વચ્ચે ઘણી મજાક થાય છે. કેમકે અમને એવું લાગે છે કે અમને જસ્ટિફિકેશનની જરૂર નથી.
અફવા તો ક્યાંયથી પણ ઉડીને આવી શકે છે. એટલા માટે જ તેને અફવા કહે છે. તેણે કહૃાું કે અમારી વચ્ચે ફોન પર પણ મજાક ચાલતી હોય છે. ત્યારે આ અફવા આવી તો તેનું રિએક્શન હતું, ‘આ શું છે? આ ક્યાંથી આવ્યું? એક્ટ્રેસે કહૃાું, અમે એકબીજા સાથે ઘણા કુલ છીએ.
અમે અત્યારે પણ એવાજ છીએ જેવા પહેલા હતા. અમે અત્યારે પણ વાત કરીએ છીએ. એક વાત છે કે અમારી િંજદૃગીમાં અલગ-અલગ ફિલ્મમાં બિઝી છીએ. તો એટલો ટાઈમ નથી મળતો. પરંતુ ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા, ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોમેન્ટ થાય. કાર્તિકની સાથે કામ કરવાની વાત કરી તો તેણે કહૃાું કે જરૂર કરીશ.


error: Content is protected !!