Main Menu

પાણી પર પોલિટિક્સ: નર્મદા જળ મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ આમને -સામને

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૦
નર્મદૃા ડેમના પાણી મામલે શરૂ થયેલા વિવાદૃ બાદૃ એમપીના સીએમ કમલનાથે પ્રતિક્રિયા આપી. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ડેમના પાણી માટે જે કરાર કરવામાં આવ્યો તે મુજબ ગુજરાતને પાણી આપવામાં આવશે. કરાર સિવાયનું પાણી કોઈને પણ આપવામાં નહીં આવે. કમલનાથની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે એમપી સરકારના પ્રધાને જણાવ્યુ હતુ કે, નર્મદૃાનું પાણી ગુજરાતને આપવામાં નહીં આવે.. જે બાદૃ રાજ્યમાં ઘમાસાણ શરૂ થયુ છે.
નર્મદૃાના પાણી વહેંચણી મુદ્દે ફરીએકવાર મધ્યપ્રદૃેશ અને ગુજરાત સરકાર વચ્ચે વિવાદૃ ઉભો થયો છે. જેમાં મધ્યપ્રદૃેશે વીજળીના મુદ્દે નર્મદૃાનું પાણી બંધ કરવાની ચીમકી આપતા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ આજે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદૃાના મુદ્દે કોંગ્રેસ રાજકારણ રમવાનું બંધ કરે, નર્મદૃાના પાણીની વહેંચણી ૧૯૭૯ના ચુકાદૃા પ્રમાણે કરવામાં આવે છે. ગુજરાત સરકાર મધ્યપ્રદૃેશની કોઈપણ પ્રકારની ધમકીને વશ થશે નહીં તેવી ચેતવણી પણ રૂપાણીએ આપી હતી. લોકસભાની ચૂંટણીમાં કારમા હારના પરિણામો તેઓ પચાવી શકતા ન હોય તેવું લાગી રહૃાું છે.
તેમણે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કરતા કહૃાું હતું કે, અગાઉ પણ નર્મદૃા યોજના ગુજરાત પુરી ન કરે એ માટે પણ કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા હતા. આ કારણે લોકો સાથેનું અહીત કરવાની વૃતિ પણ છતી થાય છે.
તેમણે મધ્યપ્રદૃેશની સરકારને રાજકારણ ન રમવા બાબતે કહૃાું હતું કે, મહેરબાની કરીને નર્મદૃાના પ્રશ્ર્ને કોઈ રાજકારણ ન રમે, તેમાં જનતાનું હિત નથી હોતું. આ સાથે જ તેમણે કહૃાું હતું કે, મધ્યપ્રદૃેશની સરકારે આપેલા નિવેદૃનોમાં માહિતીનો સંપૂર્ણ અભાવ છે અને બાલિશ નિવેદૃનો છે. ૧૯૭૯ના ચૂકાદૃાની વાતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહૃાું હતું કે કોઈ પણ રાજ્યને આ કાનૂનમાં ફેરફાર કરવાનો અધિકાર નથી.
ગુજરાતની જીવાદૃોરી સમાન સરદૃાર સરોવર નર્મદૃા ડેમની જળ સપાટી વધીને ૧૨૧.૧૮ મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી ૨૭૧૫૯ ક્યુસેક પાણીની આવક થઇ છે ગઈકાલે ડેમની સપાટી ૧૨૦.૯૨ મીટર હતી. ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૨૪ સેમીનો વધારો નોંધાયો છે. હાલ ગુજરાતમાં િંસચાઇ માટે ૯૨૦૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહૃાું છે. હાલ ડેમમાં ૧૩૨૦ એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે.
મધ્ય પ્રદૃેશ દ્વારા નર્મદૃાનું પાણી અટકાવવાના નિવેદૃન પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિઘ્ન સંતોષી કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે. ગુજરાત મધ્ય પ્રદૃેશની સરકારને માફ નહીં કરે. જીતુ વાઘાણીએ કહૃાું કે, જરૂરત પડશે તો, અમે મધ્ય પ્રદૃેશ સરકાર વિરુદ્ધ આંદૃોલન કરીશુ.


error: Content is protected !!