Main Menu

પાકિસ્તાન હાફિઝ સઇદ પર ખાનાપૂર્તી નહીં, કડક પગલા ઉઠાવે: અમેરિકા

અમેરિકાએ મુંબઈ (૨૬/૧૧) હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદૃની પાકિસ્તાનમાં ધરપકડમાં ટ્રમ્પ પ્રશાસનનો મોટો ફાળો ગણાવ્યો છે. તે સાથે જ પાકિસ્તાનની દૃાનત પર સવાલ ઉઠાવતા કહૃાું છે કે, પાકિસ્તાને પહેલાં પણ જ્યારે હાફિઝ સઈદૃની ધરપકડ કરી હતી ત્યારે તેની આતંકી ગતિવિધિઓ પર કોઈ અસર નહતી થઈ. ટ્રમ્પ પ્રશાસનના એક ઓફિસરે રિપોટર્સ સાથે વાતચીત દૃરમિયાન કહૃાું છે કે, અમે હાફિઝ સઈદૃની આ પહેલાની ધરપકડ પણ જોઈ છે. તેથી આ વખતે અમે દૃેખાડાની કાર્યવાહીની જગ્યાએ મજબૂત પગલાં લેવા માંગીએ છીએ.
ઓફિસરને જ્યારે પુછવામાં આવ્યું કે શું તેઓ આતંકી સંગઠનો વિરુદ્ધ પાકિસ્તાનની કાર્યવાહી પર વિશ્ર્વાસ રાખે છે ત્યારે તેમણે જણાવ્યું કે, હું તમને વિશ્ર્વાસ અપાવવા માંગુ છું. અમે ઈતિહાસને સ્પષ્ટ રીતે જોઈ ચૂક્યા છીએ. તેને લઈને કોઈ ભ્રમની સ્થિતિ નથી કે પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આતંકીઓને મદૃદૃ કરે છે. તેથી અમે મજબૂત કાર્યવાહી કરવા માંગીએ છીએ.
૨૦૦૮માં મુંબઈ હુમલા પછી પણ પાકિસ્તાને હાફિઝની ધરપકડ કરી હતી. જોકે ત્યારપછી તેને છોડી દૃેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પ્રેશરના કારણે હાફિઝની અત્યાર સુધી સાત વખત ધરપકડ કરવામાં આવી છે. આ વિશે ઓફિસરે કહૃાું કે, હાફિઝને પહેલાં પણ ધરપકડ પછી છોડવામાં આવ્યો છે. તેથી આ વખતે અમારી નજર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ઉપર પણ છે.


error: Content is protected !!