Main Menu

અમરેલી જિલ્લામાં શુકનવંતી મેઘસવારી:રાત્રે અનરાધાર વરસતો મેઘા

અમરેલી શહેર અને જીલ્લામાં સતત ફુંકાઇ રહેલા પવન બાદ આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા.ક્યાંક વહેલી સવારમાં તો ક્યાંક બપોર બાદ જીલ્લામાં હળવા ભારે વરસાદ પડયો છે.અમરેલી શહેરમાં આજે બપોરના હળવા ભારે ઝાપટાઓ વચ્ચે 10 મી.મી. વરસાદ નોંધાયો હતો.જાફરાબાદ તાલુકાના લોર,ફાચરીયા,નીંગાળા,હેમાળ,મોટા માણસામાં ધીમીધારે વરસાદ પડતા ખેતી પાકને ફાયદો થશે.લીલીયા તાલુકાના હાથીગઢ, બોડીયા, ભેંસાણ, સાજણટીંબા, હરિપર, સનાળીયામાં આજે બપોર બાદ ધીમીધારે 1 ઇંચ વરસાદ પડતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે.ચલાલા શહેરમાં આજે બપોર બાદ ધીમીધારે 1 ઇંચ વરસાદ પડી જતા ખેતી પાકને ફાયદો થશે.ખાંભા નજીક આવેલ ડેડાણમાં આજે વહેલી સવારથી દિવસ દરમીયાન ધીમીધારે એક થી દોઢ ઇંચ જેવો વરસાદ પડી જતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે.
જ્યારે ધારી શહેર પંથક અને ગીર વિસ્તારમાં તેમજ કુંકાવાવ અને બાબરા પંથકમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા.સાવરકુંડલા શહેરમાં ધીમીધારે સવા ઇંચ ઉપર વરસાદ પડયો છે.જ્યારે બગસરામાં ધીમીધારે 1 ઇંચ જેવો વરસાદ પડયો છે.રાજુલામાં હળવા ભારે ઝાપટાઓ પડયા હતા.જ્યાારે ખાંભમાં 18 મી.મી. વરસાદ નોંધાયો હતો.અમરેલી જીલ્લા ફ્લડ કંટ્રોલમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 10 મી.મી.,કુંકાવાવ-વડીયા 5 મી.મી,ખાંભા 18 મી.મી,જાફરાબાદ 13 મી.મી,ધારી 9 મી.મી,બગસરા 22 મી.મી,રાજુલા 12 મી.મી,લીલીયા 5 મી.મી,અને સાવરકુંડલા 32 મી.મી વરસાદ નોંધાયો હતો.



« (Previous News)



error: Content is protected !!