Main Menu

આજે અમરેલી મેડીકલ એશોસિએશન સજજડ હડતાલ પાળશ

આજે દેશભરમાં નેશનલ મેડીકલ કમીશનના બીલના વિરોધમાં થનારી ડોકટરોની હડતાલમાં અમરેલી જિલ્લો પણ જોડાશે અને 24 કલાક માટે તમામ ખાનગી દવાખાના અને હોસ્પિટલો બં રહેશે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રહેનાર હોવાનું ડૉ. ગજેરાએ જણાવેલ છે.અમરેલી કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં નેશનલ મેડીકલ કમુશનનું બીલ તાજેતરમાં પાસ કરવામાં આવ્યુ.આ બીલ જુની મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાનું સ્થાને લેશે.આ બીલ ડોકટરોની અને સામાન્ય જનતાની આરોગ્ય સેવાની તદન વિરૂધ્ધ પ્રકારનું છે.આ બીલમાં એવી જોગવાઇ છે કે પેરામેડીકલ વ્યકિત એટલે કે લેબોરેટરી ટેકનીશીયન,નર્સીગ સ્ટાફ,ફાર્માસીસ્ટ વગેરે બધા જ એલોપેથીક મેડીસીનની પ્રેકટીસ કરી શકશે.જે લોકોને મેડીકલનું પ્રાથમીક જ્ઞાન પણ હોતુ નથી તેવા લોકોનાં હાથમાં જનતાનું આરોગ્ય સાથે ચેડા થશે અને સરવાળે જનતાને જ સહન કરવાનું આવશે.આ બીલમાં બીજો મુદો એ છે કે પ્રાઇવેટ મેડીકલ કોલેજોને પચાસ ટકા સીટ પોતાની રીતે ભરવાની છુટ મળશે એટલે કે મેડીકલ કોલેજોમાં માલિકો પોતાની રીતે ડોનેશન લઇને એડમીશન આપશે.આથી હોશિયાર અને ગરીબ વિદ્યાર્થીઓ એડમીશન લઇ નહિ શકે.ફક્ત શાહુકાર
મા-બાપનાં દિકરા-દિકરીઓ ડોનેશન આપીને,ભણી શકશે,એટલે કે અત્યારે 75 ટકા સીટ મેરીટથી ભરાય છે.તે 50 ટકા જ ભરાશે.ત્રીજો મુદો એ છે કે બ્રીજ કોર્સને લાગુ કરવામાં આવશે.આમાં એવી જોગવાઇ છે કે,ડેન્ટીસ્ટ,ફાર્માસીસ્ટ,હોમીયોપેથીક ડોકટરો,આયુર્વેદિક ડોકટરો,યુનાના ડોકટરોને ત્રણ વરસનો કોર્સ કરાવી એમ.બી.બી.એસ. સમકક્ષ ગણવામાં આવશે.આથી જનતાને અધ્ાુરા ભણેલા ડોકટરો મળશે અને એ રીતે તેની સારવારમાં બેદરકારી રહેશે.આ બધા મુદાઓને ધ્યાનમાં લઇને ઇન્ડીયન મેડીકલ એસોસીએશન હેડકવાર્ટર,દિલ્હીનાં આદેશ અનુસાર આ બીલનો વિરોધ કરવા માટે આખા ભારતમાં તા.31/7/19 ને બુધવારના રોજ 24 કલાક માટે બધા જ આઇ.એમએ. નાં ડોકટરો હડતાલ પર રહેશે જેથી બધાજ દવાખાના તથા હોસ્પીટલો 24 કલાક માટે બંધ રહેશે.આના અનુસંધાને અમરેલી મેડીકલ એસોસીએશન પણ તા.31/7/19 ના રોજ 24 કલાક માટે બંધ પાળશે અને પોતાના દવાખાના બંધ રાખશે.આ દરમ્યાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે એમ જનતાને જાણ કરવામાં આવે છે.તેમ ઇન્ડીયન મેડીકલ એસો.ના પ્રેસીડેન્ટ ડો.જી.જે.ગજેરા તથા ડો.હરેશ યાદવે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.



« (Previous News)



error: Content is protected !!