Main Menu

વિઠલભાઇના નિધનથી માત્ર સૌરાષ્ટ્ર જ નહિં પણ ગુુજરાતે છોટે સરદાર ગુમાવ્યા

અબાલવૃધ્ધ સૌ કોઇમાં નોખી અનોખી લોકપ્રીયતા તથા સૌના દિલમાં સ્થાન ધરાવતા અને સોરઠના સિંહ, છોટેસરદારની છાપ ધરાવતા પાંચ- પાંચ ટર્મ ધારાસભ્યશ્રી તરીકે રહી ચુકેલ એવા પુર્વ કેબીનેટમંત્રીશ્રી તથા પુર્વ સાંસદ તથા સમગ્ર પંથકમાં શૈક્ષણીક સંસ્થાઓ સ્થાપીને સમાજની એક આગવી સ્ટાઇલથી ખેવના કરનારા ખરા અર્થમાં કેળવણીકાર સજનિતિજ્ઞ તથા સમાજ રત્નશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના નિધન તથા તેમની ચિર વિદાયથી માત્ર સોરઠ કે પાટીદાર સમાજ નહિં પરંતુ સમગ્ર ગુજરાત નોધારૂ બન્યુ છે ગુજરાત રાજયની સ્થાપનાથી ધણા રાજપુરૂષો, રાજનિતિજ્ઞો આવ્યા અને ગયા પરંતુ જામ કંડોરણાના તાલુકા-પંચાયતના પ્રમુખશ્રી તરીકે કારકિર્દિ શરૂ કરીને દિલ્હીના દરબાર સુધી લોક પ્રશ્ર્નો માટે છેલ્લા શ્ર્વાસ સુધી લડનારા લડવૈયા તથા સમાજ અને રાજકારણને સાથે રાખીને કાયમ જેના દિલમાં લોકહિત સમાયુ હતુ. તેવા રાજકારણ સ્વરૂપ આકાશમાં ચમકતો એક સીતારો ખરી પડયો છે. ત્યારે તેના જેવુ નેતૃત્વ મળવુ ગુજરાત માટે લગભગ મુશ્કેલ છે, સ્વ.શ્રી વિઠ્ઠલભાઇનું જાહેર, સામાજીક તથા સેવાકિય જીવન અને કવન ગરવી ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કારણકે વિઠ્ઠલભાઇએ ઇતિહાસ બનાવીને નહી પરંતુ ઇતિહાસ લખીને વિદાય લીધી છે તેમ ડાયનેમિક ગૃપ -અમરેલીના પ્રમુખ હરેશ બાવિશીએ જણાવ્યુ છે.


error: Content is protected !!