Main Menu

ત્રીજો ફિલ્મ ફેસ્ટિવલ અમદાવાદમાં, નૈતિક મૂલ્યો પર બનેલી ફિલ્મોને ઈનામ મળશે

આરએસએસ સાથે જોડાયેલા ભારતીય ચિત્ર સાધના દ્વારા ત્રીજા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન અમદૃાવાદૃમાં કરવામાં આવશે. ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી વચ્ચે થનારા આ ફિલ્મ ફેસ્ટિવલમાં જાણીતા નિર્માતા નિર્દૃેશક સુભાષ ઘાઈ સહિત ઘણા ફિલ્મી કલાકારો ભાગ લેશે.
આ ફેસ્ટિવલમાં દૃેશ ભક્તિ, રાષ્ટ્રીય સુરક્ષા, નૈતિક અને પારિવારિક મૂલ્યો સાથે ભારતીય સંસ્કૃતિ પર બનેલી ફિલ્મોનું પ્રદૃર્શન થશે. આ ફિલ્મ ફેસ્ટિવલની રુપરેખા નક્કી કરવામાં સુભાષ ઘાઈની મહત્વની ભૂમિકા છે. બોલીવુડમાં કાલીચરણ, કર્મા, કર્જ, સોદૃાગર, હીરો અને ખલનાયક જેવી ઘણી હિટ ફિલ્મો આપ્યા બાદૃ સુભાષ ઘાઈ પોતાના મુંબઈના ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં યુવાનોને ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી બનાવતા શિખવાડે છે.
અત્યારસુધી તેઓ બે હજારથી વધારે યુવાનોને ફિલ્મ નિર્માણની ટ્રેિંનગ આપી ચૂક્યા છે. હવે સંઘની આ સંસ્થા સુભાષ ઘાઈના અનુભવો દ્વારા કલા અને સંસ્કૃતિ ક્ષેત્રમાં પોતાની વૈચારિકી મજબૂત બનાવવા માંગે છે. આ મિશનમાં મધુર ભંડારકર સહિત અન્ય ઘણી ફિલ્મી હસ્તીઓનો સાથ સંઘને મળ્યો છે.


error: Content is protected !!