Main Menu

આલિયા ભટ્ટ ‘લેમ્બર્ગિની ફેમ ‘દૃૂરબીનના મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે

આલિયા ભટ્ટ હાલ તેની ફિલ્મોમાં ઘણી વ્યસ્ત છે. હમણાં જ તેણે ‘સડક ૨ ફિલ્મના ઊટી શેડ્યૂઅલનું શૂિંટગ પૂરું કર્યું છે. ઉપરાંત તે ‘બ્રહ્માસ્ત્ર ફિલ્મના શૂિંટગમાં પણ વ્યસ્ત છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ આલિયાએ એક મ્યુઝિક વીડિયોનું શૂિંટગ મુંબઈમાં કર્યું છે. આલિયા ‘લેમ્બર્ગિની ફેમ ‘દૃૂરબીનના આગામી મ્યુઝિક વીડિયોમાં દૃેખાવાની છે. આ મ્યુઝિક વીડિયોનું નામ ‘પ્રાડા છે. આ િંસગલ ૫ ઓગસ્ટના રોજ રિલીઝ થઇ શકે છે. રિપોર્ટ મુજબ થોડા સમય પહેલાં દૃૂરબીન ડ્યુઓ દિૃલ્હીથી મુંબઈ આવ્યા હતા.
આ મ્યુઝિક વીડિયો આલિયાનો પહેલો ઓફિશિયલ મ્યુઝિક વીડિયો હશે. જોકે અગાઉ તે તેની ફિલ્મ્સ ‘હમ્પ્ટી શર્મા કી દૃુલ્હનિયા અને ‘ઉડતા પંજાબમાં પણ મ્યુઝિક વીડિયોમાં દૃેખાઈ હતી. પરંતુ આ પહેલીવાર હશે કે જેમાં તે કોઈ નોન ફિલ્મ મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે.
અગાઉ આ વર્ષની શરૂઆતમાં જ આલિયા તેની ફ્રેન્ડ દૃેવિકા અડવાણીના લગ્નમાં ‘લેમ્બર્ગિની સોન્ગ પર ડાન્સ કરતી દૃેખાઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પણ વાઇરલ થયો હતો.


error: Content is protected !!