Main Menu

યુકેના લેસ્ટર ખાતે જુનાગઢની પરજીયા સોની સમાજની વાડી અને કાર્યક્રમની ચર્ચા-વિચારણા

તાજેતરમાં જુનાગઢમાં શ્રી પરજીયા સોની સમાજના પ્રમુખ શ્રી વજુભાઇ ધકાણ રાણપરવાળા તથા અવધ ટાઇમ્સના શ્રી ભરતભાઇ ચૌહાણ, મુંબઇ સોનીવાડીના પુર્વ પ્રમુખ શ્રી વલ્લભભાઇ ધોરડા, વર્તમાન પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુવર વચ્ચે જુનાગઢની પરજીયા સોની સમાજની વાડીની ચર્ચા વિચારણા કરાઇ હતી અને તેના માટે લંડનના લેસ્ટર ખાતે શ્રી જયદીપભાઇ ધકાણ તથા શ્રી સુભાષભાઇ પટ્ટણી સાથે અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણની યુકેની મુલાકાત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી.
જુનાગઢમાં પ્રમુખ શ્રી વજુભાઇ ધકાણ તથા શ્રી ભરતભાઇ ચૌહાણ અને શ્રી વલ્લભભાઇ ધોરડા તથા શ્રી વિજયભાઇ સતીકુવર વચ્ચે જુનાગઢમાં વાડી માટે ચર્ચા કરાઇ હતી અને તેના અનુસંધાને યુકેના લેસ્ટર ખાતે જુનાગઢની પરજીયા સોની સમાજની વાડી અને આગામી તા. 4ના રોજ યોજાનારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમની લંડનના લેસ્ટર ખાતે રહેતા જુનાગઢના વતની આગેવાન શ્રી જયદીપભાઇ ધકાણ તથા અમરેલીના કુંકાવાવના વતની શ્રી સુભાષભાઇ પટ્ટણી તથા શ્રી ભરતભાઇ ચૌહાણ વચ્ચે ચર્ચા-વિચારણા કરાઇ હતી.



« (Previous News)



error: Content is protected !!